સમી સેક્સકાંડ : કમ્પાઉન્ડર ઈરફાન પઠાણ 5 વર્ષથી વીડિયો ઉતારતો હતો, કુલ 16 વીડિયો ઉતાર્યાની કબૂલાત

0
0

પાટણ: સમી ખાતે બે મહિલાઓ સાથે હવસખોર ડોક્ટર અને તેના પુત્રએ દુષ્કર્મ કર્યાની ઘટનામાં એક પછી રહસ્ય બહાર આવી રહ્યા છે. જેમાં મોબાઇલમાં વીડિયો ઉતારી વાયરલ કરનાર કમ્પાઉન્ડર મોસીમ ઉર્ફે ઈરફાન યાસીન પઠાણને સમી જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેમાં વિડીયો ક્યાં ઉતાર્યા વિડીયો કોને આપ્યા કોને વીડિયોનું એડિટિંગ કર્યું તેના અનેક રહસ્યો બહાર આવી શકે તેની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઈરફાન પઠાણ દવાખાનામાં 8 વર્ષથી નોકરી કરતો હતો
કમ્પાઉન્ડર મોસીમ ઉર્ફે ઇરફાન પઠાણની ધરપકડ કરાતા ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગી છે. તે મહેન્દ્ર મોદીના દવાખાનામાં છેલ્લા આઠ વર્ષથી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. જેને પાંચ વર્ષ પહેલા વીડિયો ઉતારવાની શરૂઆત કરી હતી. કુલ 16 વિડીયો ઉતાર્યા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે જેમાં આઠ વીડિયો તેનો જુના સેમસંગ મોબાઇલમાં ઉતાર્યા હતા. જે મોબાઈલ ત્રણ વર્ષ પહેલાં એને એક વ્યક્તિને વેચી માર્યો હતો અને બીજા અન્ય આઠ વીડિયો સેમસંગ જે સેવન મોબાઇલમાં ઉતાર્યા હતા. જે વીડિયો પણ સમીના અન્ય વ્યક્તિને તેનું મેમરીકાર્ડ આપી કોપી મરાવી પરત મેળવી લીધું હતુ. જેમાંના ત્રણ વીડિયો વાયરલ કરવામાં આવ્યા છે.

કમ્પાઉન્ડર નોકરી છોડ્યા પછી સુરત જતો રહ્યો હતો
છ મહિનાથી કમ્પાઉન્ડરને ડોક્ટર સાથે અણબનાવ બનતા એ નોકરી છોડી સુરત જતો રહ્યો હતો. વીડિયો વાયરલ થયાની ફરીયાદો દાખલ થતાં સમી ખાતે આવી વીડિયો ડિલેટ માર્યા છે. તેને શુક્રવારના રોજ સમી કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સમી કોર્ટમાં કમ્પાઉન્ડરના સાત દિવસના રિમાન્ડ માટે રજૂ કરતાં સરકારી વકીલ કે બી ગોસાઈએ પાંચ વર્ષ પહેલાં વીડિયો ઉતારીને કોઇને જાણ ન કરતાં તેની બ્લેકમેઇલિંગ કરવાની મુરાદ હતી કે પછી તેને દબાવી રાખવામાં આવ્યા, મોબાઇલ કોને વેચી માર્યો, મોબાઇલ કબાટમાં ગોઠવતાં કે લેવા જતાં કોઈ જ ચહેરો આવ્યો નથી તો તેનું કોમ્પ્યુટરમાં એડિટિંગ થયું છે કે કેમ તેવા સવાલો ઉઠાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here