હળવદ : કોરોના વોરિયર્સ ગણાતા એવા પત્રકારો તથા વીજકંપનીના કર્મચારીઓના સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના સેમ્પલ લેવામાં આવ્યા.

0
31
હળવદ ના પત્રકારો, વીજકંપની ના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના કોરોના વોરિયસૅ એવા 20 કમૅચારીઓના  હળવદ સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આવતીકાલે આવશે તેમ ફરજ પર ના ડોક્ટર જણાવ્યું હતું.
વિશ્વ ભર માં કોરોના ભયંકર રોગ માં અનેક લોકોના મોત થયા છે. અને અનેક લોકો કોરાની બિમારીમાં સપડાયા છે.  ત્યારે ‌મોરબી જિલ્લાનાહળવદ શહેર ‌અને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને વિડીયોગ્રાફી અને ફોટોગ્નાફી કરીને કોરોના શંકાસ્પદ કેસોનુ કવરેજ ‌પોતાની અને ‌પરિવારની ચિંતા કર્યાવગર લોકોની વાત તંત્ર સુધી પહોંચાડીને લોકોને વાંચા આપતા  હળવદના પત્રકારોઓ કવરેજ કરવા જતાં ‌‌હોય છે. ત્યારે હળવદ ના સાત પત્રકારોના કોરાના શેમ્પલ લેવામા આવ્યા હતા. તેમજ વિજકંપનીના અઘિકારીઓ અને કર્મચારીઓ આવા કપરા સંજોગોમાં પણ ગામડાઓમાં પોતાની ફરજ નિભાવતા હોય છે. આ તમામ કર્મચારીઓ રાત-દિવસ જોયા વગર પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોના  વોરિયસૅ લડી રહ્યા છે. તેવા કમૅચારીઓ ના હળવદ સરકારી હોસ્પિટલ ખાતે 20 જેટલા કોરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તમામ નમુના મોરબીથી જામનગર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવશે. કોરોના નેગેટિવ છે કે પોઝિટિવ  તેનો રિપોર્ટ આવતીકાલે આવશે. આ અંગે સરકારી હોસ્પિટલના ડોક્ટર અશ્વિનભાઈ  આદ્રોજા ‌નેપૂછતા તેઓએ જણાવ્યું હતું કે હળવદ સરકારી હોસ્પિટલમા સોમવારે કોરોના ટેસ્ટની 20 કીટના આરોગ્ય વિભાગમાંથી આવે છે જેમાંથી આજે 20 લોકોના કોરોના શેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આવતીકાલે આવશે તેમ જણાવ્યું હતું .
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here