કોરોના : રાજકોટ : 10 શંકાસ્પદ કેસ નોંધાયા, સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા

0
7

રાજકોટ. રાજકોટમાં કોરોના વાઇરસના 10 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમામના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં 7 કેસ રાજકોટ શહેરના, 2 કેસ ગ્રામ્યના અને 1 કેસ અન્ય જિલ્લાનો નોંધાયો છે. 10 કેસમાં 6 પૂરૂષ અને 4 મહિલા દર્દીનો સમાવેશ થાય છે.

સાવરકુંડલામાં  પોલીસ સાથે માથાકૂટ કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો 

સાવરકુંડલાની પઠાણફળીમાં પોલીસ સાથે માથાકૂટ કરનાર બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. ફરજમાં રૂકાવટ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ગુનો નોંધાયો છે. લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 23 લોકો વિરૂદ્ધ  ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયામાં પોલીસ વિરૂદ્ધની ગેરમાર્ગે દોરવા માટે ખોટી પોસ્ટ  વાઇરલ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. પોલીસે એલગ એલગ ગુનાઓ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.