Samsungની S10 સીરિઝના 3 ફોન ભારતમાં લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

0
57

Samsungએ ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં મોસ્ટ અવટેડ S સીરિઝના પ્રીમિયમ સ્માર્ટફોન રજૂ કર્યા હતા. હવે કંપનીએ ભારતમાં આ ફોન લોન્ચ કર્યા છે. Samsungએ Galaxy S10+, Galaxy S10, Galaxy S10e ભારતીય માર્કેટમાં ઉતાર્યા છે. જો કે ભારતમાં આ ફોન લોન્ચ નહી થાય. આ ફોનની બુકિંગ  અગાઉથી જ શરૂ થઇ ગયુ છે અને આજથી વેચાણ પણ શરૂ થઇ ગયુ છે. ઇવેન્ટમાં Samsungએ ફિટનેસ ગિયર અને  ગેલેક્સી બડ્સ પણ લોન્ચ કર્યા છે.

આજે દિલ્હીમાં યોજાયેલી ઇવેન્ટમાં Samsungએ S સીરિઝના ફોન ભારતીય બજારમાં ઉતાર્યા. આ સીરિઝના સ્માર્ટફોનમાં ઇનફિનિટી યૂ ડિસ્પ્લે અને ડાયનેમિક AMOLED પેનલ્સ ઉપરાંત ઉત્તમ ફોટો ક્લિક કરવા માટે ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે. ડિવાઈસમાં પંચ હોલ ડિસ્પ્લે ફિચર છે, જ્યાં સેલ્ફી કેમેરા માટે માત્ર પંચ હોલ જેટલી જ જગ્યા સ્ક્રીન સ્પેસ પર વાપરવામાં આવી છે. બાકીની આખી પેનલ ડિસ્પ્લેની જેમ કામ કરે છે. આ સ્માર્ટફોન Samsung iphone અને બાકીની કંપનીના પ્રીમિયમ ફોન સામે ઉતાર્યા છે.

Samsung Galaxy S10:

Samsung Galaxy S10માં 6.1 ઈંચનું કર્વ્ડ ડાયનેમિક એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોનનું વજન 157 ગ્રામ છે. ફોનમાં પાછળની તરફ 3 કેમેરા છે. ફ્રંટમાં 10 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. ફોનમાં 3400 mAhની બેટરી છે. આ ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેન્સરની સાથે ફેસ લોક અને આઇરિસ જેવા બાયોમેટ્રિક સિક્યોરિટી ઑપ્શન છે. આ ફોન બ્લૂ, ગ્રીન, ડાર્ક ગ્રે અને વ્હાઈટ કલરમાં મળશે. Samsung Galaxy S10ના 8GB રેમ/128GB સ્ટોરેજવાળા વેરિયંટની કિંમત 66,900 રૂપિયા છે.  8GB રેમ/512GB સ્ટોરેજવાળા વેરિયંટની કિંમત 84,900 રૂપિયા રાખવામાં આવી છે.

Samsung Galaxy S10+

Galaxy S10 સીરિઝમાં Galaxy S10+ ટોપ ઓફ ધ લાઈન મોડલ છે. આ ફોનમાં 6.4 ઈંચનું કર્વ્ડ ડાયનેમિક ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 2.7 GHz ઓક્ટા કોર Exynos 9820 (8nm) પ્રોસેસર છે. ફોનમાં પાછળના ભાગે ટ્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં 12-12 મેગાપિક્સલના 2 અને 16 મેગાપિક્સલનો એક કેમેરા છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિગ 2.0 સપોર્ટ સાથે 4100 mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં ડિસ્પ્લેમાં ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે ફેસ અનલોક અને આઇરિસ જેવા ફિચર છે. આ ફોનના 8GB રેમ/128GB સ્ટોરેજવાળા વેરિયંટની કિંમત 73,900 રૂપિયા, 8GB રેમ/512GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 91,900 રૂપિયા અને 12GB/1TB સ્ટોરેજવાળા વેરિયંટની કિંમત 1,17,900 રૂપિયા રાખવામાં આવી છે.

Samsung Galaxy S10e:

આ સ્માર્ટફોનમાં 5.8 ઈંચનું ફ્લેટ ડાયનેમિક AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનનું વજન 150 ગ્રામ છે. ફોનની પાછળની બાજુ ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે. બેકમાં 12 મેગાપિક્સલ અને 16 મેગાપિક્સલના 2 કેમેરા છે. આ ફોનમાં 3100 mAhની બેટરી છે. જો કે, આ ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં નથી આવ્યુ. આ ફોન યલો, ડાર્ક ગ્ર, વ્હાઈટ, ગ્રીન અને બ્લૂ રંગના ઓપ્શનમાં મળશે.  Galaxy S10 સીરિઝના સૌથી સસ્તો ફોન S10eનું ભારતમાં માત્ર 6GB રેમ/128GB સ્ટોરેજ વેરિયંટ લોન્ચ કરાશે, જેની કિંમત 55900 રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here