દેશમાં 2021ના પહેલા ક્વાર્ટરમાં 34% માર્કેટ શેરની સાથે સેમસંગ પહેલા નંબરે, એપલ ત્રીજા ક્રમે છે

0
6

ભારતીય માર્કેટમાં સેમસંગના ટેબલેટની ડિમાન્ડ ફરીથી વધી ગઈ છે. ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના રિપોર્ટ અનુસાર, વર્ષના પહેલા ક્વાર્ટર દરમિયાન ટેબલેટ માર્કેટમાં સેમસંગ 34% માર્કેટ શેરની સાથે પહેલા ક્રમે હતી. આ દરમિયાન કંપનીના ટેબ S6 લાઈટ, ટેબ A7, ટેબ S7+ અને ટેબ S7 મોડેલ સૌથી વધારે વેચાયા.

ટેબલેટ માર્કેટ શેરની દૃષ્ટિએ લેનોવો બીજા અને એપલ ત્રીજા ક્રમે છે. પહેલા ક્વાર્ટર દરમિયાન લેનોવોના માર્કેટ શેર 30% અને એપલના 16% હતા.

​​​​​​​બિઝનેટ-ટૂ- કન્ઝ્યુમર સેગમેન્ટમાં માર્કેટ શેર વધ્યા

IDCના જણાવ્યા મુજબ, સેમસંગે ભારતમાં 2021ના પહેલા ક્વાર્ટર દરમિયાન પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમાં વાર્ષિક ધોરણે 15%નો ગ્રોથ થયો છે. દેશના બિઝનેસ-ટૂ-કન્ઝ્યુમર (B2C) સેગમેન્ટમાં સેમસંગે 43% વોલ્યુમ માર્કેટ શેર પ્રાપ્ત કર્યા. તેને લો બજેટ કેટેગરી ટેબલેટ (11,000 રૂપિયાથી ઓછા) અને હાઈ એન્ડ મોડેલ (21,000થી 42,000 રૂપિયા) સેગમેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે.

કોવિડ મહામારીની પોઝિટિવ અસર

વિશ્વના મોટાભાગના દેશો હજી પણ કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ટેબલેટ અને ક્રોમબુકના વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત મહિને જારી કરવામાં આવેલા IDCના પ્રારંભિક આંકડા પ્રમાણે, ગ્લોબલ સ્તરે 2021ના પહેલા ક્વાર્ટરમાં ટેબલેટના વાર્ષિક ગ્રોથ 55.2%ની સાથે કુલ 39.9 મિલિયન (લગભગ 4 કરોડ) યુનિટનું વેચાણ થયું હતું.

ગ્લોબલ માર્કેટમાં બીજા નંબરે સેમસંગ

ઓછી કિંમત અને સરળ ઉપલબ્ધતાને કારણે સ્કૂલોએ ટેબલેટને પહેલી પ્રાથમિકતા આપી છે. વૈશ્વિક સ્તરે 2021ના પહેલા ક્વાર્ટર દરમિયાન સેમસંગ ટેબલેટ માર્કેટમાં 20% માર્કેટ શેરની સાથે બીજા ક્રમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here