સેમસંગનું ‘ધ વોલ’ ટીવી : તેને ઘરની છત પર અટેચ કરી શકાશે, એક સાથે 4 અલગ અલગ કન્ટેન્ટ જોઈ શકાશે

0
0

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ઈલેક્ટ્રોનિક્સે ગ્લોબલ માર્કેટમાં અપગ્રેડેડ ફીચર્સ સાથે કમર્શિયલ મોડ્યુલ માઈક્રો LED ડિસ્પ્લેવાળું ‘ધ વોલ’ ટીવી લોન્ચ કર્યું છે. તે મોડ્યુલર ડિસ્પ્લે સારા અપસ્કેલિંગ ફંક્શન અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) પ્રોસેસર સાથે આવે છે. તેની સ્ક્રીન સાઈઝ એડ્જસ્ટ કરી શકાય છે. સેમસંગ ટીવી સેગમેન્ટમાં દુનિયાની સૌથી મોટી કંપની છે.

યોનહાપ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, કંપનીએ સારા ગ્રેડેશન અને પર્ફેક્ટ બ્લેક આપવા માટે હાલના મોડેલની સરખામણીએ 40% નાનું એક ઈમિટિંગ ડિવાઈસ લગાવ્યું છે. લેટેસ્ટ વૉલ ટીવી 8K રિઝોલ્યુશન અને 120Hzનો રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. તે 4 પિક્ચર બાય પિક્ચર ફીચરથી સજ્જ છે. તેમાં 4 અલગ અલગ કન્ટેન્ટ એક સાથે જોઈ શકાય તે રીતે સ્ક્રીન ડિવાઈડ થાય છે.

ઘરની છત પર પણ લગાવી શકાશે
કંપનીના જણાવ્યાનુસર ‘ન્યૂ વૉલ’ ડિસ્પ્લેની થિકનેસ જૂનાં મોડેલની સરખામણીએ અડધી કરવામાં આવી છે. તેનાથી ટીવીનું ઈન્સ્ટોલેશન સરળ બન્યું છે. તેને કોન્કેવ અથવા કોન્વેક્ષ, S અથવા L આકારમાં અને છત પર પણ અટેચ કરી શકાય છે.

3.5થી 12 કરોડ રૂપિયાની કિંમત
સેમસંગે પ્રથમ વખત 2019માં ભારતમાં તેનું મોડ્યુલર માઈક્રો LED ડિસ્પ્લે ‘ધ વોલ’ કજૂ કર્યું હતું. તેના 146 ઈંચ, 219 ઈંચ અને 292 ઈંચનાં મોડેલ અવેલેબલ હતા. તેની કિંમત 3.5 કરોડ રૂપિયાથી લઈને 12 કરોડ રૂપિયાની વચ્ચે છે. આ કિંમત ઉપરાંત ખરીદદારે ટેક્સ અલગથી આપવાનો રહેશે.

માઈક્રો LED ‘ધ વોલ’નાં ફીચર્સ

  • ‘ધ વોલ’ AI પિક્ચર ક્વૉલિટી એન્જિન સાથે સક્ષમ તેના ક્વૉન્ટમ પ્રોસેસર ફ્લેક્સના કારણે મૂળ સ્ત્રોત રિઝોલ્યુશનની ચિંતા કર્યા વગર સીન બાય સીન પિક્ચર ક્વૉલિટીને ઓપ્ટિમાઈઝ કરે છે.
  • જ્યારે સ્ક્રીનનો ઉપયોગ ન થાય તો તે એમ્બિઅન્ટ મોડ સ્ક્રીન પર પેટિંગ, ફોટોગ્રાફ્સ અને વીડિયો આર્ટને ડિજિટલ ફ્રેમ તરીકે દર્શાવશે. તેને 30mmથી ઓછી ડેપ્થ સાથે કસ્ટમાઈઝેબલ ડેકો ફ્રેમ સાથે પાતળા બેઝલની ડિઝાઈન આપવામાં આવી છે.
  • ક્વૉન્ટમ પ્રોસેસર ફ્લેક્સ એક મશીન લર્નિંગ આધારિત પિક્ચર ક્વૉલિટી એન્જિન છે, જે ડિસ્પ્લે અનુસાર મૂળ ઓછા રિઝોલ્યુશનવાળા પિક્ચરને આપમેળે કેલિબ્રેટ કરવા માટે લાખો પિક્ચર ડેટાનું વિશ્લેષણ કરે છે.
  • તેને ફિઝિકલ HDMI ઈનપુટનાં માધ્યમથી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કનેક્ટ કરી શકાય છે. તેથી તેનો ઉપયોગ સરળ બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here