આ કારણે સના ખાને તેના બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું, રિલેશનશીપને ગણાવ્યું ઝેરી

0
22

અભિનેત્રી સના ખાન હાલમાં તેના રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. તેણે તેના ડાંસર બૉયફ્રેન્ડ મેલ્વિન લુઈસ જોડે બ્રેકઅપ કરી લીધુ છે. સોશિયલ મીડિયા પર સના ખાને પોસ્ટ શેર કરીને તેના સંબંધનો અંત કરવાની જાહેરાત કરી છે. તેણે બૉયફ્રેન્ડ જોડે બ્રેકઅપ શા માટે કર્યું તેનું કારણ પણ આપ્યું છે.

સનાએ તેના બૉયફેન્ડ પર ચીટિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે લખ્યું, આ મારુ પહેલીવાર છે. મને સાચુ બોલવામાં ઘણી હિંમત લાગી છે. કારણ કે ઘણાં એવા લોકો હતા જેમને મારા સંબંધમાં વિશ્વાસ હતો. પણ મને તે ના મળ્યું જે જોઈતુ હતું. આ વ્યક્તિ ખૂબ જ ખરાબ છે, જેની જાણ થતાં મને 1 વર્ષ લાગી ગયો. મને તેના પર આંધળો વિશ્વાસ હતો. પણ તે દગાખોર નીકળો અને જુઠ્ઠાણો પણ. પોતાની ફેમ માટે આવું કરવું તેના માટે સામાન્ય છે.

સના કહે છે, તે મારી જોડે લગ્ન કરવા માગતો હતો. બાળક ઈચ્છતો હતો. પણ તે મારા બાળકોને શું શીખવાડતે? થોડા સમય પહેલા જ મને તેના પર શંકા ગઈ. માટે મેં તેનો મોબાઈલ ફોન લીધો. પણ તેને મારી પાસેથી ફોન છીનવી લીધો અને મેસેજ ડીલીટ કરવા લાગ્યો.

તે સમયે મને ખ્યાલ આવ્યો કે લોકો તેના વિશે મને જે પણ કહેતા હતા તે સાચી વાત હતી. મેં મારા રીલેશનશીપને ખતમ કરી દીધું છે. મને એ પણ જાણ થઈ કે તે અન્ય કોઈ સાથે આગળ વધી ગયો છે. હું તે યુવતીને જાણું છું, પણ હું તેનું નામ નહીં લઈશ.