‘સનમ તેરી કસમ’ ફેમ એક્ટર હર્ષવર્ધન રાણે કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર જાણકારી આપી, સોનુ સૂદે કહ્યું- કોરોનાની એસી કે તૈસી ભાઈ

0
11

ફિલ્મ ‘સનમ તેરી કસમ’ ફેમ એક્ટર હર્ષવર્ધન રાણે કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી તેણે ખુદ તેના ટ્વિટર હેન્ડલ પર આપી છે. સોમવારે રાત્રે કરેલા ટ્વીટમાં તેણે લખ્યું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ એક નોટમાં તેણે જણાવ્યું કે હું ટૂંક સમયમાં જ તમને સારા સમાચાર સંભળાવીશ.

ટ્વીટ કરેલી નોટમાં એક્ટરે લખ્યું, ‘હેલો પ્રેમાળ લોકો, મને તાવ અને પેટમાં દુખતું હતું, જેને કારણે હું હોસ્પિટલ ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે લક્ષણો મુજબ તો આ એકદમ વાયરલ તાવ છે કારણકે તમારા ફેફસા એકદમ સારા છે અને કોઈ અન્ય લક્ષણ પણ નથી. પરંતુ સાવચેતી રૂપે મેં કોવિડ ટેસ્ટ પણ કરાવી લીધો.’

‘હવે મારી આરોગ્ય સેતુ એપ બતાવી રહી છે કે હું કોરોના પોઝિટિવ છું. ઠીક છે મતલબ હવે અહીંથી 10 દિવસનું આઇસોલેશન શરૂ થાય છે.’

વોટ્સએપ યુનિવર્સિટીના ઉપચાર ન મોકલો

આગળ લખ્યું, ‘તમારા લોકો માટે એક સારા સમાચાર હતા પણ લાગે છે કે તેના માટે હજુ 10 દિવસ વધુ રાહ જોવી પડશે. તો કંઈક સારા સમાચાર અને સારા સ્વાસ્થ્ય સાથે તમને ફરી મળીશ. તા.ક. – ચિંતા ન કરો અને મેહરબાની કરીને મને વોટ્સએપ યુનિવર્સિટીના ઉપચાર ન મોકલો. બસ તમારો પ્રેમ ‘તૈશ’ ટીમને મોકલો.’

સોનુ સૂદે કહ્યું- કોરોનાની એસી કે તૈસી

હર્ષવર્ધનના ટ્વીટ બાદ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. તે દરમ્યાન સોનુ સૂદ, શમિતા શેટ્ટી, પુલકિત સમ્રાટ, અભિમન્યુ દાસાની અને સુરેશ મેનન જેવા સેલેબ્સે પણ શુભકામનાઓ આપી. હર્ષે બધાને આભાર કહ્યું.

ટૂંક સમયમાં ‘તૈશ’માં દેખાશે હર્ષવર્ધન

રાણે ટૂંક સમયમાં ફિલ્મમેકર બિજોય નામ્બિયારની વેબ ફિલ્મ ‘તૈશ’માં દેખાશે. તેમાં તેના સિવાય પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા અને જિમ સરભ પણ છે. બદલાની ભાવના પર આધારિત આ ફિલ્મનું પ્રીમિયર OTT પ્લેટફોર્મ ZEE5 પર 29 ઓક્ટોબરે થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here