Tuesday, September 21, 2021
Homeચંદન ચહેરા માટે બધી રીતે ફાયદાકારક; ચહેરામાંથી ડાઘ-ધબ્બા દૂર કરીને ચહેરાની ચમક...
Array

ચંદન ચહેરા માટે બધી રીતે ફાયદાકારક; ચહેરામાંથી ડાઘ-ધબ્બા દૂર કરીને ચહેરાની ચમક પણ વધારે

ચહેરાની સુંદરતા વધારવા માટે લોકો વર્ષોથી ચંદનનો ઉપયોગ કરતા આવી રહ્યા છે. ચંદન ચહેરા માટે બધી રીતે ફાયદાકારક છે. સામાન્ય રીતે તમે ચંદન પાઉડરનો ઉપયોગ કરી શકો છો, પરંતુ સારું પરિણામ મેળવવા માટે યોગ્ય રહેશે કે તમે ચંદનની લાકડી ઘસીને ઉપયોગ કરો.. ચંદન તમારા ચહેરાની સ્કિનને જ ગ્લોઈંગ બનાવતું નથી, ચહેરામાંથી ડાઘ-ધબ્બા દૂર કરીને ચહેરાની ચમક પણ વધારે છે અને પિમ્પલથી પણ છૂટકારો અપાવે છે. જાણો, ચંદનનો ચહેરા પર ઉપયોગ કેવી રીતે કરશો…?

ચંદન, કપૂર અને ગુલાબ જળનો ઉપયોગ કરો

ચહેરાની સ્કિનને ગ્લોઈંગ બનાવવા અને પિમ્પલથી છૂટકારો મેળવવા માટે તમે પાંચ ગ્રામ ચંદન પાઉડરમાં, બે ગ્રામ કપૂરને દળીને મિક્સ કરો. તેમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરો અને જાડી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ફેસપેકની જેમ પોતાના ચહેરા પર અપ્લાય કરો અને 15 મિનિટ માટે રહેવા દો. સુકાઇ જવા પર ઠંડા પાણીથી ચહેરાને ધોઇ નાંખો.

ચંદન, બદામ અને દૂધની પેસ્ટ

ચહેરાના ડાઘ-ધબ્બા દૂર કરવા અને સ્કિનને ચમકદાર બનાવવાની સાથે, પિમ્પલ્સથી છૂટકારો મેળવવા માટે એક ચમચી ચંદન પાઉડરમાં તમે બે ચમચી દૂધ મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવી લો.. તેમાંથી એક ચમચી બદામનો પાઉડર પણ મિક્સ કરી લો. તેને મિક્સ કરીને ચહેરા પર લગાઓ અને સુકાઇ જવા સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરાને ઠંડાં પાણીથી ધોઇ નાંખો.

ચંદનનું તલ, હળદર અને કપૂરનું પેક લગાઓ

એક નાની ચમચી હળદરમાં એક ચપટી કપૂર મિક્સ કરો અને તેમાં ચંદનનું તેલ નાંખીને પેસ્ટ બનાઈ લો. આ પેસ્ટને રાતમાં સૂતા પહેલા ચહેરા પર ફેસપેકની જેમ લગાઓ. સવારે ચહેરાને ઠંડાં પાણીથી ધોઇ નાંખો. તેનાથી તમારા ચહેરા પર ગ્લો આવશે અને ખીલથી પણ છૂટકારો મળશે.

ચંદન અને દહીં કરો અપ્લાય

એક ચમચી ચંદન પાઉડર લો. તેમાં અડધી ચમચી મધ અને અડધી ચમચી દહીં મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર ફેસપેકની જેમ અપ્લાય કરો. આ પેકને 15 મિનિટ સુધી ચહેરા પર આમ જ લગાવીને રહેવા દો. ત્યારબાદ ઠંડાં પાણીથી ચહેરો ધોઇ નાંખો. તેનાથી તમારા ચહેરા પર જમા ગંદકી નીકળી જશે, ચહેરાની ચમક વધશે અને પિમ્પલ્સથી પણ છૂટકારો મળશે.

ચંદન, ગુલાબ જળનો પેક

ચહેરાથી પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બાને દૂર કરવા માટે તમે ચંદન અને ગુલાબ જળનો ફેસપેક બનાઓ. તેના માટે તમે એક ચમચી ચંદન પાઉડર અને એક ચમચી ગુલાબ જળને મિક્સ કરો. તેની પેસ્ટ બનાવીને ચહેરા પર ફેસ માસ્કની જેમ લગાઓ. તેને દસ મિનિટ સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ હાથથી ચહેરા પર બે મિનિટ સુધી મસાજ કરો અને ઠંડાં પાણીથી ધોઇ નાંખો. ચહેરાને સુકા રૂમાલથી લૂછીને મોઇશ્ચરાઇઝર લગાવી લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments