‘સંદીપ ઔર પિંકી ફરાર’ કાલે રિલીઝ થશે; અર્જુને કહ્યું કે, ફિલ્મનું શૂટિંગ 2 મહિનામાં પૂરું

0
5

‘રૂહી’ પછી પ્રોડ્યૂસર ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવા અંગે ભારે ઉત્સાહમાં છે. અપકમિંગ ફિલ્મ ‘સંદીપ ઔર પિંકી ફરાર’ 19 માર્ચે રિલીઝ થઈ રહી છે. અર્જુન કપૂર પિંકી દાહિયાના રોલમાં છે. પરિણીતી ચોપરા સંદીપ કૌરના પાત્રમાં જોવા મળશે. અર્જુને કહ્યું હતું કે તેણે ફિલ્મનું શૂટિંગ 2 મહિનામાં પૂરું કર્યું હતું. જોકે, કેરેક્ટરની તૈયારી માટે 3 મહિના થયા હતા.

તમે કેરેક્ટરની પ્રિપરેશનમાં બહુ જ ધ્યાન આપો છો, પિંકી દાહિયા માટે શું કર્યું?

શું નથી કર્યું? દિબાકરસરે જ્યારે સાઈન કર્યો ત્યારે ત્રણ મહિના કેરેક્ટરની તૈયારી માટે આપ્યા હતા. શૂટિંગ તો 2 મહિનામાં જ પૂરું થઈ ગયું હતું. દિબાકર સર રોજ મારા ઘરે આવે અને તરુણને ડાયલેક્ટ પર મારી મદદ કરી હતી. હું પાંચમા ધોરણના પુસ્તકો વાંચતો હતો. પિંકી દાહિયાની બોલવાની લઢણ પર ઘણી મહેનત કરી હતી. એ હદે તૈયારી કરી હતી કે દિબાકર સર સાથે હરિયાણવી લહેકામાં જ વાત કરતો હતો. સૌથી મહત્ત્વની વાત દિલ્હી ટૂરની હતી. અહીંયા તે મને મહિપાલપુર વિસ્તારમાં લઈ ગયા હતા. રિટાયર્ડ પોલીસને મળ્યો હતો. દિલ્હીનો જાટ તથા હરિયાણાનો જાટ અલગ હોય છે.

પિંકી દાહિયા મુંબઈ પોલીસ કરતાં કઈ રીતે અલગ લાગ્યો?

પિંકી દાહિયા તથા મુંબઈ પોલીસ વચ્ચે આકાશ-જમીનનું અંતર છે. પિંકી દાહિયા દિલ્હી-ગુરુગ્રામની બોર્ડર પર રહે છે. તેનું માઈન્ડસેટ અલગ છે. પરિસ્થિતિ અલગ છે. તે કેસને અલગ રીતે હેન્ડલ કરે છે. આ ફિલ્મ પોલીસ ઉપરાંત પિંકી દાહિયા જે વ્યક્તિ છે, તેના વિશે છે. આ એવો વ્યક્તિ છે, જે સિસ્ટમમાં ફસાયેલો છે.

ફિલ્મના એક સીનમાં પરિણીતી સાથે અર્જુન

ફિલ્મના એક સીનમાં પરિણીતી સાથે અર્જુન

તમારી કોઈ ફિલ્મના કેરેક્ટરની તૈયારીના કોઈ રસપ્રદ કિસ્સા શૅર કરો?

ફિલ્મ ‘ફાઈડિંગ ફેની’માં ડિરેક્ટર હોમી અદજાનિયા વૉક કરાવીને રીડિંગ કરાવતા હતા. ‘પાનીપત’ માટે ઘોડેસવારી શીખવાની હતી. ત્રણ મહિના સુધી રોજ સવારે ઊઠીને ઘોડેસવારી કરતો હતો. ‘ઈશ્કઝાદે’ના સમયે 6 મહિના તો સ્ક્રિપ્ટ રીડિંગ જ કર્યું હતું.

દિબાકર બેનર્જીની સાથે નેરેશન કે રીડિંગનો કિસ્સો શૅર કરો?

પહેલી મુલાકાતમાં નેરેશન માત્ર 15 મિનિટ થયું હતું. અમે બીજી વાતો કરવા લાગ્યા હતા. તે દિવસે નેરેશન અધૂરું રહ્યું હતું. પછી તેમણે સ્ક્રિપ્ટ આપી અને મેં વાંચી હતી. ત્રણ મહિના સુધી કેરેક્ટરની તૈયારી કરી હતી. સેટ પર મને બધા અર્જુન નહીં, પિંકી કહીને બોલાવતા હતા. ખરી રીતે તો દિબાકરને ભારતના દરેક ખૂણાની ખબર છે.

શૂટિંગ કઈ કઈ જગ્યાએ કર્યું?

ગુરુગ્રામ તથા દિલ્હીમાં કર્યું છે. ઉત્તરાખંડના પિથૌરાગઢ પણ ગયા હતા. આ નેપાળની બોર્ડર પર છે. અહીંયા હું પહેલી જ વાર આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here