Saturday, August 20, 2022
Homeઆંદોલન : LRD બાદ હવે બિન સચિવાલય, સેનેટરી ઇન્સ્પેક્ટર, ટાટ ઉમેદવારોએ મોરચા...
Array

આંદોલન : LRD બાદ હવે બિન સચિવાલય, સેનેટરી ઇન્સ્પેક્ટર, ટાટ ઉમેદવારોએ મોરચા ખોલ્યા

- Advertisement -

ગાંધીનગર: લોકરક્ષક દળ (એલઆરડી) ભરતીમાં મહિલા અનામત માટે બિનઅનામત વર્ગ દ્વારા આંદોલન સમેટી લેવાયા બાદ અનામત વર્ગે ઠરાવ રદ કરવાની માગણીને વળગી રહીને આંદોલન ચાલુ રાખ્યું છે અને હવે રાજપૂત સમાજ પણ તેમના સમર્થનમાં આવ્યો છે. બીજી તરફ બિનસચિવાલય, ટાટ, સેનેટરી ઇન્સ્પેક્ટર જેવી રાજ્ય સરકારની વિવિધ ભરતીઓમાં અન્યાયની રજૂઆત મુદ્દે નવા મોરચા ખૂલ્યા છે. સચિવાલયમાં દિવસભર વિવિધ ભરતી અંગે યુવાનો રજૂઆત કરવા માટે ફરતા રહ્યા હતા.

રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટમાં જીએડીના 1-8-18નો હાલ અમલ કરાયો નહીં હોવાનું જણાવાયા બાદ પણ અનામત કેટેગરીની છાવણી દ્વારા આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી.

બંધારણીય અધિકાર આંદોલન સંકલન સમિતિના હસમુખ સક્સેનાએ કહ્યું હતું કે ઠરાવ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. રાજ્ય સરકાર અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને સાચવવા માટે લોલીપોપ આપે છે તે ગયા પછી અમારી સ્થિતિ એ જ રહેશે. અખિલ ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલની આગેવાનીમાં કારડિયા, નાડોદા, ભાથી રાજપૂત સમાજના આગેવાનો પણ સત્યાગ્રહ છાવણીમાં અનામત વર્ગની મહિલા ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. તેમણે પણ જીએડીનો ઠરાવ રદ કરવાની અનામત આંદોલનકારીઓની માગને સમર્થન આપ્યું છે.

વિવિધ ભરતીના ઉમેદવારોએ સચિવાલયમાં રજૂઆત કરી

બિનસચિવાલય પરીક્ષા: ગેરરીતિના કારણોસર રદ કરાયેલી બિન સચિવાલય ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ઝડપથી લેવા મામલે પણ સચિવાલયમાં રજૂઆત થઈ હતી. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, 17 નવેમ્બરની પરીક્ષા રદ થયે ત્રણ મહિના થઈ ગયા છતાં નવી તારીખ જાહેર કરાઈ નથી.

ટાટ: ટાટ પાસ ઉમેદવારો દ્વારા પણ સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કરાયું છે. આ ઉમેદવારોએ સરકારી માધ્યમિક શાળાઓની સાથે તાત્કાલિક ગ્રાન્ટેડ શાળાઓમાં પણ શિક્ષણ સહાયકની ભરતી કરવાની રજૂઆત કરવામાં આવી છે.

સેનેટરી ઇન્સ્પેક્ટર: ગાંધીનગર મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતીમાં મહિલા ઉમેદવારોને અન્યાય થયો હોવાની રજૂઆત થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular