બનાસકાંઠા : બનાસડેરીના સહયોગથી દિયોદરમાં સૅનેટાઇઝ કરવામાં આવ્યું. 

0
5
 
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના મહામારીથી બચવા માટે અનેક જાતના નુખસા અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી ના માર્ગદશન હેઠળ તમામ દૂધ મંડળીઓને સૅનેટાઇઝ કરવામાં આવી છે. તમામ તાલુકાઓમાં પણ પંપથી સૅનેટાઇઝ કરવામાં આવ્યું છે. ગત રોજ દિયોદરની મામલતદાર ઓફિસ, આદર્શ હાઈસ્કૂલ, આઝાદ ચોક, ગ્રામ પંચાયત વગેરે જગ્યાએ બનાસડેરીના કર્મચારીઓ દ્વારા સૅનેટાઇઝ કરવામાં આવ્યું હતું. ટ્રેકટરમાં પંમ્પ દ્વારા આ દવા નો છંટકાવ કરવામાં આવેલ. આ પ્રસંગે દિયોદર વિસ્તરણ અધિકારી અમરાભાઈ પટેલ, સુપરવાઈઝર વિનોદભાઈ પટેલ હાજર રહ્યા હતા.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here