પ્રાંતિજ : ભાજપ યુવા મોરચાના યુવાનો દ્વારા વિવિધ વિસ્તારોમાં સેનિટાઇઝ કરવામાં આવ્યું.

0
8

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા ટીમ દ્વારા વિવિધ વિસ્તારોને સેનિટાઇઝર કરવામાં આવ્યા હતાં. તો જે તે વિસ્તારના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

જે તે વિસ્તારના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
કોરોનાની મહામારીથી બચવા માટે સેનિટાઇઝર કરવામાં આવ્યું.

 

હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન જોહર કરવામાં આવ્યું છે. તો કોરોના વાઇરસથી બચવા માટે પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચાની ટીમના યુવાનો આગળ આવ્યા છે. અને પ્રાંતિજની વિવિધ સોસાયટી અને વિસ્તારોમાં સેનિટાઇઝર નો છંટકાવ કરવામાં આવી રહ્યા છે. તો પ્રાંતિજ એપ્રોચરોડ રોડ ઉપર આવેલ હરીઓમ પાર્ક સોસાયટી ખાતે પણ ભાજપ યુવા મોરચાના પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટની આગેવાની હેઠળ નગરપાલિકા વોર્ડ નંબર – ૨ ના કોર્પોરેટર ધવલભાઇ રાવલ, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ વિજયભાઇ પટેલ તથા વિપુલભાઇ ભોઇ સહિતની યુવા મોરચાની ટીમ તથા નગરપાલિકા કોર્પોરેટર ઉપસ્થિત રહ્યાં હતાં અને સેનિટાઇઝર નો છંટકાવ કરવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here