દહેગામ : મોટા જલુન્દ્રાના સરપંચે ગામની ગંદકીનો નિકાલ કર્યો અને સમગ્ર ગ્રામવાસીઓને સૅનેટાઇઝર અને માસ્કનું વિતરણ કર્યું

0
29

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મોટા જલુન્દ્રા ગામના સરપંચ રોહિતભાઈ પટેલ ની કામગીરીની સમગ્ર ગામમાં પ્રશંસા થવા પામી છે. સરપંચે સમગ્ર ગામમાં ફરીને ગંદકી દૂર કરાવી ગામમાં દવા છંટકાવ કરાવ્યો અને ગામના દરેક ઘરે ફરીને માસ્ક અનેસૅનેટાઇઝર નું વિતરણ કર્યું. તેમજ સરપંચ સભ્યો સાથે રહીને ગામના તમામ લોકોને કોરોના વાયરસ ની માહિતી આપીને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો.

 

હાલમાં દહેગામ તાલુકાના મોટા જલુન્દ્રા ગામે lલોકડાઉનના આ સમયગાળામાં આ સરપંચ દ્વારા કડક માં કડક અમલ થઈ રહ્યો છે. સાથે સાથે સમગ્ર ગામનો પણ સારો સહકાર મળી રહ્યો છે. સરપંચ દ્વારા ગરીબોને શ્રમિકોને જમાડવાની પણ પ્રવૃત્તિ પણ કરાઇ રઈ છે. આ પ્રસંગે દહેગામ તાલુકામાં સારામાં સારી કામગીરી મોટા જલુન્દ્રા ગામ એ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.

દહેગામ તાલુકાના મોટા જલુન્દ્રા ગામે સરપંચની પ્રસંશનીય કામગીરી

ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું.

સમગ્ર ગામમાં ફરીને પોતાના ખર્ચે ગ્રામજનોને માસ્ક અને સૅનેટાઇઝર નું વિતરણ કર્યું.

ગામ ફરી ફરી ને કોરોના વાયરસની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપી.

 

રાત્રિના 11 વાગ્યા સુધી ગામમાં ફરીને લોકો ઘરની બહાર ન નીકળે તેવી કડકમાં કડક સૂચના આપવામાં આવી.

ગામમાં રહેતા ગરીબો અને શ્રમજીવી પરિવારોની જમવાની પણ તેમના તરફથી સુવિધાઓ આપવામાં આવે છે.

લોકડાઉનના સમયમાં સરપંચ, સભ્ય અને તલાટી ભેગા મળી ગામમાં લોકોને બહાર ન નીકળવા માટે નમ્રતાપૂર્વક અપીલ કરે છે.

 

 

બાઈટ : રોહિત ભાઈ સરપંચ મોટા જલુન્દ્રા

 

 

રિપોર્ટર : અગર સિંહ, CN24NEWS, ચૌહાણ દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here