બોલિવૂડ ડેસ્ક: સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તે ઇન્સ્ટાગ્રામ પર પોતાના બોયફ્રેન્ડના અચાનક મૃત્યુ બાદ એક પોસ્ટ શેર કરી છે. તેના મૂળ ઇટાલિયન બોયફ્રેન્ડ વિશે વધુ માહિતી તો બહાર આવી નથી પરંતુ તેનું નિધન 2 જુલાઈના થયું છે. બોયફ્રેન્ડનાં અચાનક મૃત્યુ બાદ ત્રિશાલા ઉદાસ છે. તેણે પોતાના બોયફ્રેન્ડને શ્રદ્ધાંજલિ આપી છે.
ત્રિશાલાની પોસ્ટ
ત્રિશાલાએ લખ્યું કે, ‘મારું દિલ તૂટી ગયું. મારું ધ્યાન રાખવા માટે, પ્રેમ કરવા માટે આભાર. તે મને એકદમ ખુશ રાખી. દુનિયાની સૌથી લકી છોકરી છું કે હું તને મળી અને હું તારી થઇ શકી. તું હંમેશાં મારામાં જીવતો રહીશ. હું તને પ્રેમ કરું છું ને તને યાદ કરીશ. ભગવાન તારી આત્માને શાંતિ આપે.’
સંજય દત્તની પહેલી પત્નીની દીકરી ત્રિશાલા
ત્રિશાલા સંજય દત્ત અને તેની પહેલી પત્ની રિચા શર્માની દીકરી છે. તે ન્યૂ યોર્કમાં લોની ડિગ્રીનું ભણી છે. તે હાલ ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. 31 વર્ષની ત્રિશાલા માતાનાં મૃત્યુ સમયે 1996માં માત્ર આઠ જ વર્ષની હતી.