સંજય માંજરેકર ફરીથી વિવાદમાં, આ ક્રિકેટરોને ‘લો પ્રોફાઇલ’ ગણાવતા ફેન્સે લઈ લીધો ઉધડો

0
0

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકર છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. ભારતીય ક્રિકેટ ટીમના વિરોધમાં તેની કમેન્ટને કારણે બીસીસીઆઈએ તેને આ વખતની આઇપીએલની કોમેન્ટરી પેનલમાંથી પણ હાંકી કાઢ્યો છે. હવે માંજરેકરે સોશિયલ મીડિયા પર અંબાતી રાયડુ અને પીયૂષ ચાવલાને ‘લો પ્રોફાઇલ ક્રિકેટર’ કહેતાં વિવાદોમાં ઘેરાયો છે. ત્યારબાદ ફેન્સ અને ક્રિકેટ પ્રશંસકોએ તેને સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો હતો.

ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને પાચ વિકેટથી હરાવી

આઈપીએલની 13મી સિઝનની પ્રથમ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને પાચ વિકેટથી હરાવી હતી. આ મેચમાં અંબાતી રાયડુએ 71 રન બનાવ્યા, જેના માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

રાયડુ અને બોલર પીયૂષ ચાવલાને ‘લો પ્રોફાઇલ ક્રિકેટર’ ગણાવ્યા હતા

આ દરમિયાન માંજરેકરે રાયડુ અને બોલર પીયૂષ ચાવલાને ‘લો પ્રોફાઇલ ક્રિકેટર’ ગણાવ્યા હતા. માંજરેકરે ટવિટ કર્યું હતું કે, બે ‘લો પ્રોફાઇલ ક્રિકેટર’ પીયૂષ ચાવલા અને અંબાતી રાયડુ માટે ખૂબ જ ખુશ છું. ચાવલાએ પાંચમી અને 16મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી. રાયડુના શોટ્સની ગુણવત્તાના આધારે તેની આઈપીએલની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંથી એક છે. ખૂબ જ સરસ સીએસકે.’

ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ દરમિયાન માંજરેકરે વિવાદ ઉભો કર્યો

રાયડુ અને ચાવલાના ફેન્સ આ જોઈને ગુસ્સે થયા હતા. એક યુઝરે લખ્યું, સંજય સર, લો પ્રોફાઇલ ક્રિકેટર બોલીને તમે શું કહેવા માગો છો? આ પ્રોફાઇલ કોણ નક્કી કરે છે? ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ દરમિયાન માંજરેકરે વિવાદ ઉભો કર્યો હતો, જ્યારે તેણે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વિશે કહ્યું હતું કે, હું એવા ખેલાડીઓ પસંદ નથી કરતો કે જે ટુકડા-ટુકડામાં પ્રદર્શન કરે. બાદમાં તેણે પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલેની લાયકાતો પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here