સંજય રાઉતની પત્ની આજે પણ EDની સામે રજૂ નહીં થાય

0
5

શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની સામે હાજર થશે નહીં. તેમને ત્રણ વાર સમન્સ આપવામાં આવ્યા છે. આ પહેલાં પણ જ્યારે બે સમન્સ આપવામાં આવ્યા હતા ત્યારે તેઓ ઈડીની સામે હાજર થયા નહતા. ઈડી પીએમસી બેન્ક કૌભાંડની સામે મની લોન્ડરિંગ મામલે તપાસ કરી રહી છે. ઈડી વર્ષાથી તે 55 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન વિશે પૂછપરછ કરવા માંગે છે જે તેમના ખાતામાં જમા થયા હતા.

આ સવાલ પુછાઈ શકે છે…

ED આ મામલે 55 લાખ રૂપિયાની લેણ-દેણની તપાસ કરી રહી છે. ED જાણવા માંગે છે કે, 55 લાખ ખાતામાં જમા થયા તેનો આધાર શું છે?

શું તેના માટે વ્યાજ મળતું હતું? હા તો કેટલું?

આ પૈસા ક્યારે પાછા આપવાના હતા? શું તેનો કોઈ હપતો ચૂકવવામાં આવ્યો છે?

પૈસા આપવાનો હેતુ માત્ર લોન હતો કે બીજો કઈ?

સંજય રાઉત પરિવાર સાથે એવી શું ખાસ મિત્રતા હતી કે તેની કારણે લોન આપવામાં આવી? શું તે અન-સિક્યોર્ડ હતી?

મારી સાથે ન ટકરાશો

રાઉતે આગળ કહ્યું કે, આ એક રાજકીય યુદ્ધ છે. અમે માત્ર તેને રાજકીય રીતે લડીશું. મારી સાથે ન ટકરાશો. હું સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરેનો શિવસૈનિક થું. હું તમને બધાને ઉઘાડા પાડી દઈશ. મારી પાસે 120 ભાજપ નેતાઓની યાદી છે. ઈડી તેમની તપાસ શરૂ કરશે તો પાંચ વર્ષ સુધી ચાલશે. તેમને નીરવ મોદી અથવા વિજય માલ્યાની જેમ વિદેશ ભાગવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here