અરજી : શીના બોરા હત્યા કેસના અરોપી સંજીવ ખન્નાને જામીન માટે સીબીઆઈ કોર્ટમાં અરજી કરી

0
0

શીન બોરા હત્યા કેસમાં મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખરજીના પૂર્વ પતિ સંજીવ ખન્નાએ વચગાળાના જામીન માાટે વિશેષ સીબીઆઈ કોર્ટમાં અરજી કરી છે.

૨૦૧૫થી આર્થર રોડ જેલમાં બંધ ખન્નાએ કોવિડ  રોગચાળાનું કારણ ધરીને રાહત માગી છે. કોર્ટે સીબીઆઈને શુક્રવાર સુધીમાં અરજીનો જવાબ નોંધાવવા જણાવ્યું છે.

શીના બોરાની હત્યા ૨૪ એપ્રિલ ૨૦૧૨માં થઈ હતી. હત્યાકાંડમાં ખન્ના પણ સહભાગી હોવાનો આરોપ છે. આકેસમાં ઈન્દ્રાણી પણ આર્થર રોડ જેલમાં બંધ છે. કેસમાં ઈન્દ્રાણીના માજી પતિ અને મીડિયા  સમૂહના હેડ પીટર મુખરજી હાલ જામીન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here