પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સાપુતારા માં વરસાદથી અનોખો માહોલ ઉભો થયો

0
0

વરસાદ ની રાહજોતા ખેડૂતોએ આ વર્ષ નિષ્ફળ છે એમ માનીને કુદરતી આશ છોડી દીધી હતી પણ ગઈ કાલથી દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર થતા ખેડૂતો ખેતીના કામે લાગ્યા છે,સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર સાપુતારા માં વરસાદથી અનોખો માહોલ ઉભો થયો છે,આ વિસ્તારમાં ચોમાસામાં ગ્રીનરી નો લુફ્ત ઉઠાવવા લોકો દૂર દૂરથી પ્રવાસ કરીને આવે છે,પણ કોરોના મહામારીનો હોતા સહેલાણીઓ ની સઁખ્યા ઓછી થઈ છે પણ હવે વરસાદ ફરીવાર જામ્યો છે ત્યારે લોકો અદભુત નજારો જોવા અચૂક આવશે

ખાપરી ગીરા અને અંબિકા નદી બે કાંઠે, નાના ચેકડેમો છલકાતા ખેડૂતો માં ખુશી નો માહોલ ઉભો થયો છે,ત્યારે અત્યાર સુધી સુખોભટ્ટ રહેલો જિલ્લામાં વરસાદી માહોલ બનતા ખેડૂતો માં સારા પાકની આશા જાગી છે

ગીરાધોધ સક્રિય

સહેલાણીઓ માટે સેલ્ફી અને બેસ્ટ ફોટો શૂટ સ્પોર્ટ એટલે ગીરાધોધ,અલ્હાદક વાતાવરણ માં લોકો ધોધનો નજારો જોવા માટે અચૂક વર્ષમાં એક વખત મુલાકાત લે છે ત્યારે વરસાદ નિયમિત થતા ગીરાધોધ તેના સ્વભાવ મુજબ વહી રહ્યો છે,ત્યારે આ આગામી વિકેન્ડ માં સહેલાણીઓનો ધસારો વધી શકે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here