Thursday, April 18, 2024
Homeસારા અલી ખાન સાઉથના જાણીતા કલાકાર વિજય દેવરકોંડા સાથે જોડી જમાવે તેવી...
Array

સારા અલી ખાન સાઉથના જાણીતા કલાકાર વિજય દેવરકોંડા સાથે જોડી જમાવે તેવી શક્યતા

- Advertisement -

સારા અલી ખાન દક્ષિણ ભારતીય ફિલ્મમાં કામ કરવાની હોવાના અહેવાલ છે. અભિનેત્રી આ ફિલ્મમાં સાઉથના જાણીતા કલાકાર વિજય દેવરકોંડા સાથે જોડી જમાવે તેવી શક્યતા છે.

સૂત્રની વાત સાચી માનીએ તો, સારા અને વિજય સારા મિત્રો છે. બન્ને સાથે કામ કરે તેવી શક્યતા છે. તેલુુગુ જાણીતા નિર્માતા સારા અને વિજયને પોતાની ફિલ્મમાં સાથે લેવા માંગે છે. જોકે આ ફિલ્મ અંગે હજી કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. બે મહિનામાં જ આ ફિલ્મની ઘોષણા કરવામાં આવે તેવી શક્યતા છે.

વિજય દેવરકોંડા બોલીવૂડની હિરોઇનોનો મનપસંદ અભિનેતા છે. અનન્યા પાંડે એની સાથે કામ કરી ચુકી છે. હવે સારા અલી ખાન કામ કરવાની છે તેવી વાતો ચાલી રહી છે. જ્યારે જાહ્નવી કપૂરે તો એક રિયાલિટી શોમાં કબૂલ કર્યું હતુ ંકે, તેને વિજય દેવરકોંડા હોટ અભિનેતા લાગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular