‘સારાભાઈ vs સારાભાઈ’ ફેમ રાજેશ કુમાર કોરોના મુક્ત થયો, રિપોર્ટ નેગેટિવ આવવાની વાતને રસપ્રદ રીતે ફેન્સ સાથે શેર કરી

0
7

‘સારાભાઈ vs સારાભાઈ’ ફેમ રાજેશ કુમાર છેલ્લા થોડા દિવસથી કોરોના પોઝિટિવ હતા. એક્ટરને લક્ષણ વગરનો કોરોના હતો જેને કારણે તે ઘરે જ ક્વોરન્ટીન હતા. હવે એક્ટરે ફેન્સને ખુશખબરી આપતા જણાવ્યું કે 13 દિવસ પછી તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

તેણે ઇન્સ્ટા સ્ટોરીમાં જાણકારી આપતા લખ્યું કે, ‘આટલા દિવસ કોવિડ 19 તરફ પોઝિટિવ એટિટ્યૂડ રાખ્યા બાદ અંતે હું નેગેટિવ થઇ ગયો છું. મને અને મારા પરિવારને તમારી પ્રાર્થનામાં રાખવા માટે તમારા બધાનો ખૂબ આભાર.’

રાજેશ કુમારે તેની રિકવરી વિશે સ્પોટબોય સાથે વાત કરતા કહ્યું કે, ‘કોરોના વાઇરસ પોઝિટિવ આવવું ખરેખર સારી ખબર ન હતી. પરંતુ હું જરૂરી પગલાં ભરીને ઘરે જ ક્વોરન્ટીન થયો. હું દરેક મેડિકેશન અને ડોક્ટર્સની સલાહનું પાલન કરી રહ્યો છું. મારી તબિયત સારી થઇ ગઈ છે અને તેમાં મારા પરિવાર, મિત્રો, કો-સ્ટાર્સ અને મારા હાલના શો મેકર્સનો ઘણો સપોર્ટ રહ્યો. આગળ એક્ટરે બધા લોકોને તબિયતનું ધ્યાન રાખી સુરક્ષિત રહેવા અપીલ કરી છે.’

રાજેશનો અપકમિંગ શો ‘એક્સક્યૂઝમી મેડમ’ 14 સપ્ટેમ્બરે સ્ટાર ભારત પર શરૂ થવાનો છે. શોમાં રાજેશના બોસ તરીકે નાયરા બનર્જી અને તેની પત્નીના રોલમાં સુચેતા ખન્ના છે. શોનો પ્રોમો રિલીઝ થઇ ગયો છે. આ શો ‘મે આઈ કમ ઈન મેડમ’ની સિક્વલ છે. હવે કોરોનાથી રિકવર થયા બાદ રાજેશ ટૂંક સમયમાં સેટ પર કમબેક કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here