હળવદ : સીનીયર સર્કલ કબડ્ડી ચેમ્પિયન સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન સરદાર પટેલ વિધાલય મોખરે.

0
63
ચંડીગઢ ખાતે સીનીયર સર્કલકબડ્ડી ચેમ્પિયન સ્પર્ધામાં સરદાર પટેલ વિધાલય હળવદના વિદ્યાર્થીઓએ ગુજરાતની ટીમ તરીકેનું નેતૃત્વ કર્યું હતું અને સ્પર્ધામાં વિવિધ રાજ્યની ૧૭ કબડ્ડી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતની ટીમના ખેલાડીઓમાં સરદાર પટેલ વિધાલય હળવદના વિદ્યાર્થી ઝાલા હર્ષવર્ધન, પટેલ વૈદિક, ઝાલા રવિરાજ, વરચંદ સતીશ સહિતના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં સારું પ્રદર્શન કર્યું હતું અને નેશનલ સર્ટીફીકેટ તેમજ મેડલ આપવામાં આવ્યા હતા.
                                           
જે શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓનું સન્માન અને મેડલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રોહિતભાઈ મેઢા, આચાર્ય પરેશભાઈ માલાસણા. અલ્કેશભાઈ ચૌધરી અને અતુલભાઈ પટેલ તેમજ સ્ટાફે વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરી ભવિષ્યમાં પણ સિધ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here