અમદાવાદ : સરેઆમ સર્ગભા મહિલાને માર્યો માર, પેટમાં લાતો મારતાં ગર્ભપાત

0
7

અમદાવાદમાં ગુન્હાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એમાં ખાસ કરીને મહિલાઓ પર અત્યાચાર, દુષ્કર્મ તેમજ છેડતી જેવી ઘટના સતત વધી રહી છે. ગુનેગારો કાયદાને ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક શર્મજનક દ્રશ્ય સામે આવ્યું છે. જેમાં એક સર્ગભા મહિલાને બેરહેમીથી માર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. એટલું જ નહીં પેટમાં લાત મારતા તેને ગર્ભપાત થઇ ગયો હતો. જે બાદ ગંભીર હાલતમાં મહિલાને સામરવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં કૈલાશસિંહ યાદવ તેની પત્નિ  સીમાબેન સાથે રહે છે. સીમાબહેન ગર્ભવતી હતા ગઈકાલે બપોરે ૩ વાગ્યાની આસપાસ સીમા યાદવ ઘીકાંટા ચાર રસ્તા પાસે આવેલા એલઆઈસીના બિલ્ડીંગ પાસે ઉભા હતા આ દરમિયાન પટવા શેરીમાં રહેતો ગોટુ નામનો શખ્સ તથા ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી મનીષા નામની યુવતિ તેની પાસે આવી હતી આ બંને વ્યક્તિઓએ સીમા સાથે બોલાચાલી કરી અહિયા નહી ઉભા રહેવાનું જણાવ્યું હતું આ દરમિયાનમાં સીમા યાદવે તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો બોલાચાલી ચાલતી હતી તે દરમિયાનમાં જ રીલીફ રોડ પર રહેતો બાદશાહ અને જુહાપુરામાં રહેતો મોહસીન નામનો શખ્સ ત્યાં આવ્યા હતા અને ચારેય વ્યક્તિઓએ  ભેગા મળી સીમા યાદવ પર હુમલો કર્યો હતો

આરોપીઓ ગોટુ, મનીષા, બાદશાહ અને મોહસીને સીમાને ઢોરમાર મારતા અને પેટમાં લાતો મારતા તે બેભાન હાલતમાં ઢળી પડી હતી આ દ્રશ્ય જાઈ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં. લોકોનુ ટોળુ એકત્ર થઈ જતા ચારેય આરોપીઓ ભાગી છુટયા હતા તો બીજીબાજુ મહિલાને ગંભીર હાલાતમાં હોસ્પિટલ ખસેડાઇ હતી.

સારવાર દરમિયાન ડોકટરોએ સીમા યાદવનો ગર્ભપાત થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં કારંજ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને સીમા યાદવની પુછપરછ કરતા ચારેય આરોપીઓના નામો ખુલ્યા હતાં અંગત અદાવતમાં આ ઘટના ઘટી હોવાનું પોલીસ માની રહી છે પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ચારેય આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here