Wednesday, September 28, 2022
Homeગુજરાતજામનગરમાં લોટસ ચેરિટેબલ ટ્રસ્ટે સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન

જામનગરમાં લોટસ ચેરિટેબલ ટ્રસ્ટે સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન

- Advertisement -

મા આદ્ય શક્તિની આરાધનાનું મહાપર્વ એટલે કે નવરાત્રિ જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જામનગર શહેરમાં પ્રાચીન-અર્વાચીન ગરબાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખેલૈયાઓ નવરાત્રિ પર્વને લઇ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને છેલ્લાં બે વર્ષ કોરોનાકાળને કારણે મન મૂકીને નવરાત્રિની ઉજવણી થઈ ન હોય આ વર્ષે બાળાઓ તથા ખેલૈયાઓ નવરાત્રિની મન મૂકીને ઉજવણી કરવા આતુર છે. જામનગરમાં પ્રસિદ્ધ એવી લોટસ ચેરિ. ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવ-2022માં બાળાઓ વિવિધ રાસ-ગરબાની તૈયારીઓ કરી રહી છે. આ અંગે ગઈકાલે યોજાયેલી પરિષદમાં સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી.

લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સરગમ નવરાત્રી મહોત્સવ 2022માં ભાગ લઈ રહેલી કુલ 146 દીકરીઓ દ્વારા સંસ્કૃતિને અનુરૂપ કુલ 30 જેટલા રાસ ગરબા તૈયાર કરવામાં આવી રહ્યા છે. સરગમ નવરાત્રીની પ્રેક્ટિસ છેલ્લા 60 દિવસથી અલગ-અલગ પાંચ ગ્રુપમાં બાળકો દ્વારા કરવામાં આવી રહી છે. આ વર્ષે નવરાત્રીમાં અઘોર નગારા સ્પેશિયલ પેરોડી, ડાકલા જેવી વિવિધ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

યુવાનો-યુવતીઓમાં વ્યક્તિ વિકાસ તથા વ્યક્તિત્વ વિકાસ માટે પ્રયત્નશીલ સંસ્થા એટલે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ. આ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે, શિબિરો, વિભિન્ન ઉત્સવોનું આયોજન, મેડીકલ કેમ્પ યોજાતા હોય છે. તેમજ સંસ્થા દ્વારા વિનામૂલ્યે અંતિમ રથની સેવા પણ ઉપલબ્ધ છે. તેમજ સાંસ્કૃતિક વારસાના જતનને ધ્યાનમાં રાખી ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ-ગરબાના ભવ્ય વારસાના જતન માટે છેલ્લાં ઘણાં સમયથી સરગમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વૈવિધ્યસભર પ્રાચીનત્તમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સરગમ નવરાત્રિમાં પ્રાચીન અર્વાચીન પરંપરાઓ અનુસાર 146 જેટલી દિકરીઓ મા જગદંબાની આરાધના કરે છે. જામનગરની જનતા માટે કોઇપણ જાતની પ્રવેશ ફી વગર પારિવારિક રીતે આ નવરાત્રિ મહોત્સવ માણવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે.

આ વર્ષે તા. 26 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી રાત્રે 8:30 થી 12:00 દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર ખાતે સરગમ નવરાત્રિ મહોત્સવ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6 હજાર 60 ફૂટના વિશાળ સ્ટેજ ઉપર દિકરીઓ રાસ-ગરબા રજૂ કરશે. તેમજ નવરાત્રિ દરમિયાન 6 થી 7 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શહેરના સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો વગેરે આ નવરાત્રિ મહોત્સવ માણવા ઉપસ્થિત રહેશે. સમગ્ર એરેનાની વ્યવસ્થા માટે 25થી વધુ પ્રાઈવેટ સિક્યોરિટી ઉપરાંત 15 થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular