સેટેલાઈટ તસવીરોથી ખબર પડી છે કે, પૃથ્વી પર સાત નહીં પણ 8 ખંડ

0
4

અત્યાર સુધી આપણને ભણાવાતુ હતુ કે, આપણી ધરતી પર સાત ખંડ છે. જોકે હવે સેટેલાઈટ તસવીરોએ કરેલા ખુલાસાના કારણે આ થિયરી પણ બદલવી પડે તેવા સંજોગો ઉભા થયા છે.

સેટેલાઈટ તસવીરોથી ખબર પડી છે કે, પૃથ્વી પર સાત નહીં પણ 8 ખંડ છે. આઠમો ખંડ ન્યૂઝીલેન્ડ પાસે છે અને તેનો 94 ટકા હિસ્સો દરિયા નીચે છે.આ તસવીરો બાદ માનવામાં આવી રહ્યુ છે કે, નેધરલેન્ડના સંશોધક અબેલ તાસ્માન સાચા હતા અને તેમણે 1642માં કહ્યુ હતુ કે, ધરતીના દક્ષિણ ગોળાર્ધમાં એક મહાદ્વીપ મોજુદ છે.

હવે 375 વર્ષ બાદ આ થિયરી સાચી પડતી જણાય છે. જોકે નેધરલેન્ડના સંશોધકને તે વખત ખબર નહોતી કે આ આઠમો ખંડ પાણીમાં છે. એ પછી 1995માં અમેરિકન સંશોધક બ્રુસ લુયેન્ડકે ફરી એક વખત ન્યૂઝીલેન્ડની નજીક આ ખંડ હોવાનુ કહ્યુ હતુ અને તેને જિલેન્ડિયા નામ આપ્યુ હતુ. એ પછી અમેરિકન જિઓજિલિકલ સર્વે વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં ધરતીની સપાટીની નીચેની તસવીરોને સામેલ કરાઈ હતી.

સેટેલાઈટ કેમેરા વડે સમુદ્રની પરત અને આ ખંડની પરતને અલગ અલગ પાડીને ટેક્ટોનિક પ્લેટની ઓળખ કરવામાં આવી હતી. જેમાં સેટેલાઈટ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા બાદ જિલેન્ડિયા ખંડ સ્પષ્ટ રીતે સામે આવ્ય છે. આ ખંડ પણ એક સમયે ઓસ્ટ્રેલિયા જેટલો જ વિશાળ હતો. તે સમયે ભારત, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્ટિકા, આફ્રિકા અને સાઉથ અમેરિકા ગોંડવાના મહાદ્વીપનો હિસ્સો હતા. આ ખંડ પણ ગોંડવાનાનો જ હિસ્સો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here