30 વર્ષના લાંબા સમય બાદ પુન: પોતાની જ રાશિમાં પ્રવેશ કરશે શનિદેવ, જાણો કેવી પડશે અસર

0
37

ગ્રહોમાં ન્યાયધીશનું કામ કરી રહેલ શનિદેવ અઢી વર્ષ સુધી એક જ રાશિમાં ગોચર કરે છે. અઢી વર્ષ બાદ બીજી રાશિમાં ગોચર કરે છે. સત્યના માર્ગે ચાલનારાઓ માટે શુભ ફળ અને ખરાબ કામ કરનારને દંડે છે. આથી જ ગ્રહ હોવા છતાં શનિદેવને દેવનું સ્થાન પ્રાપ્ત થયું છે. શનિદેવ અઢી વર્ષથી ધનુ રાશિમાં હતા હવે તેમનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે.

24 જાન્યુઆરી 2020ના મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ શનિની પોતાની રાશિ છે. 30 વર્ષ પછી આવો સંયોગ રચાઈ રહ્યો છે. આ પહેલા શનિએ 15 ડિસેમ્બર 1990માં મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો.

અઢી વર્ષે રાશિ બદલી રહ્યા છે શનિદેવ
વૈદિક જ્યોતિષમાં ન્યાય કારક ગ્રહ તરીકે જાણીતા શનિ માઘ માસની મૌની અમાવસ્યા પર 24 જાન્યુઆરી 2020માં ઉતરષાઢા નક્ષત્ર, વજ્ર યોગ અને મકર રાશિમાં ચંદ્રમાંની સાક્ષીએ સવારે 10 કલાકે વૃશ્ચિક રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શનિનું પરિભ્રમણ 29 એપ્રીલ 2022 સુધી રહેશે. આ દરમિયાન તે 11 મે 2020થી 29 સપ્ટેમ્બર સુધી મકર રાશિમાં વક્રી અવસ્થામાં ગોચર કરશે.

કોની ઉતરશે અને કોના પર ચડશે સાડાસાતી
શનિ જે રાશિમાં રહે છે એ સિવાયની બીજી અને બારમી રાશિ પર સાડાસાતી રહે છે. અને ગોચરમાં ચંદ્ર રાશિથી શનિની ચોથી અને આઠમી રાશિ પર લઘુ ઢૈયા આવે છે. 24 જાન્યુઆરી 2020ના શનિ મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મકર રાશિની સાડાસાતી સમાપ્ત થઈ જશે. ધનુ રાશિ પર સાડાસાતીનો અંતિમ તબક્કો પ્રારંભ થશે. કુંભ રાશિ પર સાડાસાતીનો પ્રારંભ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here