દિલ્હી : સત્યેન્દ્ર જૈન હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં તકલીફ

0
0

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની અચાનક તબિયત લથડી, રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ 

દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી છે. તેમને દિલ્હીની રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. જૈનનો કોરોના ટેસ્ટ પણ કરાયો છે. આપને જણાવી દઇએ કે દિલ્હી કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યમાં છે. અહીં અત્યાર સુધીમાં 42000થી વધુ કેસ આવી ચૂકયા છે.

  • દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન હોસ્પિટલમાં દાખલ
  • શ્વાસ લેવામાં તકલીફ, થશે કોરોના ટેસ્ટ
  • હોસ્પિટલમાં તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા

જણાવી દઇએ કે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સતત બેઠકોમાં ભાગ લઇ રહ્યાં હતા. તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય અધિકારીઓ સાથે સતત અનેક બેઠકો કરી, ત્યારે સત્યેન્દ્ર જૈન સ્વાસ્થ્ય મંત્રી તરીકે બેઠકમાં ઉપસ્થિત હતાં.

દેશમાં 24 કલાકમાં 380 દર્દીનાં મોત, 10,667 નવા કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. મંગળવાર જાહેર થયેલા આંકડાઓ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10,667 નવા કેસ નોંધાયા છે અને 380 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 3 લાખ 43 હજાર 309 કન્ફર્મ કેસ થઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સોમવાર (11,502)ની તુલનામાં મંગળવારે (10,667) જાહેર થયેલા આંકડામાં નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. પરંતુ કોરોનાના કારણે ભોગ બનેલા આંકડો સોમવારે 325નો હતો જે આજે વધીને 380એ પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here