Monday, January 13, 2025
Homeવર્લ્ડસાઉદી અરેબિયા : મક્કાથી પવિત્ર જળ આબ-એ-ઝમઝમને લઈ જવા પર પ્રતિબંધ

સાઉદી અરેબિયા : મક્કાથી પવિત્ર જળ આબ-એ-ઝમઝમને લઈ જવા પર પ્રતિબંધ

- Advertisement -

સાઉદી અરેબિયાની સરકારે હજયાત્રીઓને લગેજમાં મક્કાથી પવિત્ર જળ આબ-એ-ઝમઝમને લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અંગે બુધવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે નોટિફિકેશનમાં એ નથી જણાવવામાં આવ્યું કે આ પવિત્ર જળને લઈ જવા પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એરલાઇન કંપનીઓને પણ આબ-એ-ઝમઝમ પર પ્રતિબંધના નિર્ણયનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જો એમ નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં દરેક હજયાત્રીને 10 લિટર આબ-એ-ઝમઝમ લાવવાની છૂટ હતી. બાદમાં સાઉદી સરકારે તેને ઘટાડીને 5 લિટર કરી દીધું હતું. હવે એને લઈ જવા પર જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

સાઉદી જનરલ એવિએશન ઓથોરિટી (SGAA)એ આ સંબંધમાં સત્તાવાર સૂચના જારી કરી છે. એમાં જણાવાયું છે કે ભક્તો અને પ્રવાસીઓ એરપોર્ટથી પ્રસ્થાન સમયે આ પવિત્ર જળને ચેક-ઇન લગેજમાં લઈ જવા દેવામાં આવશે નહીં.

મક્કા મસ્જિદનો એક કર્મચારી ભક્તોને આબ-એ-ઝમઝમની બોટલનું વિતરણ કરી રહ્યો છે. (ફાઈલ)
મક્કા મસ્જિદનો એક કર્મચારી ભક્તોને આબ-એ-ઝમઝમની બોટલનું વિતરણ કરી રહ્યો છે. (ફાઈલ)

આ ઓર્ડર પર એક્ઝિક્યૂટિવ વાઈસ-પ્રેસિડેન્ટ ફોર ઈકોમોનિક પોલિસીઝ એન્ડ ઈન્ટરનેશનલ કો-ઓપરેશન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તમામ નિયમોનું પાલન તમામ કોમર્શિયલ અને પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીઓએ કરવું પડશે. આદેશ મુજબ સામાનમાં કોઈપણ પ્રકારનું પ્રવાહી (આબ-એ-ઝમઝમ સહિત) લઈ જઈ શકાશે નહીં.

પહેલાં દરેક હજયાત્રીને 5 લિટર આબ-એ-ઝમઝમ લઈ જવાની છૂટ હતી.
પહેલાં દરેક હજયાત્રીને 5 લિટર આબ-એ-ઝમઝમ લઈ જવાની છૂટ હતી.

સૂચના અનુસાર, જેદ્દાહ અને સાઉદી અરેબિયાના અન્ય તમામ એરપોર્ટ પર હાજર સ્ટાફ કડક તપાસ કરશે કે કોઈ યાત્રી પાસે સામાનમાં આ પવિત્ર જળની કોઈ બોટલ નથી. આ સંદર્ભે એરલાઇન કંપનીઓને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs)પણ જારી કરવામાં આવ્યું છે. મક્કાની પવિત્ર મસ્જિદ અલ-હરમથી લગભગ 66 ફૂટ દૂર એક કૂવો આવેલો છે. એને ઝમઝમ કહેવામાં આવે છે. અરબીમાં આબનો અર્થ પાણી છે. એકંદરે આ કૂવામાંથી જે પાણી નીકળે છે એને આબ-એ-ઝમઝમ કહે છે. મુસ્લિમો એને સૌથી પવિત્ર જળ માને છે. એવું માનવામાં આવે છે કે આ કૂવો લગભગ ચાર હજાર વર્ષ જૂનો છે. ઉમરાહ અને હજ કરવા જતા યાત્રીઓ આ પાણી સાથે લઈ જાય છે. ઘરે પરત ફરીને આ લોકો તેને તેમના સંબંધીઓમાં પણ વહેંચે છે. એને એક પવિત્ર ભેટ પણ માનવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular