અરામકો અટેક : ડ્રોન હુમલાથી સાઉદીમાં ક્રૂડ ઉત્પાદન 50 ટકા ઠપ, દુનિયાભરના દેશોમાં તેલના ભાવ વધી શકે છે

0
21

નેશનલ ડેસ્કઃ સાઉદી અરબની સરકારી તેલ કંપની અરામકોના બે ઠેકાણે શનિવારે થયેલા ડ્રોન હુમલા બાદ કંપનીએ ત્યાં ઉત્પાદન ઠપ કરી દીધું છે. આ જ કારણે સાઉદી અરબની આ સૌથી મોટી તેલ તથા ગેસ કંપનીના ઉત્પાદનમાં 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ હુમલાની અસર ભારત સહિત સાઉદી પાસેથી ક્રુડ ખરીદતા દેશો પર પડશે. ભારતને ક્રુડ આયાત કરનારો સાઉદી બીજા નંબરનો દેશ છે. સાઉદી અરબના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ્લાજિજ બિન સલમાને શનિવારે કહ્યું કે, આ ડ્રોન હુમલાથી પ્રત્યેક દિવસે 57 લાખ બેરલ કાચા તેલ પર માઠી અસર પડી છે, જે કંપનીના કુલ ઉત્પાદનનું લગભગ અડધું છે. હવે આ હુમલા અને ઘટતા ઉત્પાદનની અસર ભારત સહિત ઘણા દેશો પર જોવા મળી શકે છે.

હૂતી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી લીધી
મળતી માહિતી પ્રમાણે અરામકોની અબકેક અને ખુરૈસમાં ઉત્પાદન ઠપ કરી દીધું છે. બન્ને ઉત્પાદક કંપનીઓમાં ભીષણ આગના કારણે મોટું નુકસાન થયું છે. પરંતુ તેમ છતા કંપની ફરી ઉત્પાદન શરૂ કરવાની દિશામાં કામ કરી રહી છે. આ ડ્રોન હુમલાની જવાબદારી યમનમાં ઈરાન સાથે જોડાયેલા હૂતી વિદ્રોહીઓએ લીધી છે.

અમેરિકાએ ઈરાનને દોષી ઠેરવ્યું, ઈરાને દાવા ફગાવ્યા

  • આ ડ્રોન હુમલા માટે અમેરિકાએ ઈરાનને દોષી ઠેરવ્યું હતું. અમેરિકાના આ દાવાને ફગાવતા ઈરાનના વિદેશ મંત્રીના પ્રવક્તા બ્બાસ મૌસવીએ કહ્યું કે, વોશિંગ્ટનની મહત્તમ દબાણ રણનીતિ મહત્તમ જુઠ્ઠાણાની રણનીતિમાં બદલાઈ ગયું છે. આ પ્રકારના આરોપ અને આંધળા નિવેદનો કૂટનીતિક ધોરણે અર્થહીન અને સમજણની બહાર છે. આ પ્રકારના આરોપ ભવિષ્યમાં અમેરિકાની છબીને બગાડી શકે છે.
  • અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ આ હુમલા માટે ઈરાનને દોષી ઠેરવતા કહ્યું કે, તણાવ ઓછો કરવાના પ્રયાસ વચ્ચે ઈરાને હવે દુનિયાની ઉર્જાની આપૂર્તિ પર એક અભૂતપૂર્વ હુમલો કર્યો છે. આ સાથે ઈરાને અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે, તે હંમેશા યુદ્ધ માટે તૈયાર છે.

અબકૈક અને ખુરૈસ સૌથી મોટા તેલ ઉત્પાદક
અબકૈકની તેલ રિફાઈનરીમાં પ્રત્યેક દિવસે 70 લાખ બેરલ કાચા તેલનું ઉત્પાદન થાય છે. વર્ષ 2006માં પણ આ ઉત્પાદક કંપની પર અલકાયદાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષાબળોએ નિષ્ફળ કરી દીધું હતું. ગાવર પછી ખુરૈસ દેશનો બીજો સૌથી મોટો પ્લાન્ટ છે. જેમાં પ્રત્યેક દિવસે 15 લાખ બેરલ કાચા તેલનું ઉત્પાદન થાય છે. સાથે જ અહીં અંદાજે 20 અબજ બેરલથી વધારે તેલ રિઝર્વ છે.

કાચા તેલના ભાવમાં વધારો થઈ શકે છે
દુનિયાના મુખ્ય તેલ બજારના સૌથી મોટા ભંડાર પર થયેલા હુમલા બાદ હવે તેલની કિંમતમાં વધારો થઈ શકે છે. જેની અસર આખી દુનિયાના તેલ ખરીદી કરતા દેશો પર પડશે. સાથે જ જો ઉત્પાદન લાંબા સમય સુધી બંધ રહેશે તો સંકટ વધી શકે છે.

એશિયા સૌથી મોટું ખરીદદાર
અરામકોએ ગત વર્ષે પ્રતિદિન 70 લાખ બેરલ ક્રુડ ઓઈલની નિકાસ કરી હતી. જેનો ત્રણ-ચતૃથાંઉશ ભાગ એશિયાના દેશોને સપ્લાઈ કરવામાં આવે છે. આવામાં જો તેલની કિંમત વધશે અથવા તેલ સંકટ વધ્યું તો ભારત સહિત અન્ય દેશો પર તેની સૌથી પહેલા અસર થશે. ભારતે વર્ષ 2017-18માં સાઉદી અરબ પાસેથી 3.61 કરોડ બેરલ અને 2018-19માં 4.03 કરોડ બેરલની આયાત કરી હતી.

જાણો ભારત કયા દેશો પાસેથી તેલ ખરીદે છે

દેશ વર્ષ 2017-18 વર્ષ 2018-19
ઈરાક 4.57 કરોડ ટન 4.66 કરોડ ટન
સાઉદી અરબ 3.61 કરોડ ટન 4.03 કરોડ ટન
ઈરાન 2.25 કરોડ ટન 2.39 કરોડ ટન
UAE 1.42 કરોડ ટન 1.75 કરોડ ટન
વેનેઝુએલા 1.83 કરોડ ટન 1.73 કરોડ ટન
નાઈઝીરીયા 1.81 કરોડ ટન 1.68 કરોડ ટન
કુવૈત 1.1 કરોડ ટન 1.07 કરોડ ટન
મેક્સિકો 0.99 કરોડ ટન 1.02 કરોડ ટન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here