ઈઝરાયલની નજીક સાઉદી : ઈન્ટેલિજન્સ ચીફ સાથે 5 કલાકની ગુપ્ત યાત્રા પર નેતન્યાહૂ સાઉદી અરેબિયા પહોંચ્યા, પ્રિન્સ સલમાન સાથે મુલાકાત કરી

0
11

મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના અમેરિકાના પ્રયાસો સફળ થઈ રહ્યા હોય તેવું જણાય છે. ઈઝરાયલમાંથી પ્રાપ્ત થયેલા મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નેતન્યાહૂએ રવિવારે સાઉદી અરેબિયાનો ગુપ્ત પ્રવાસ કર્યો છે. તેમની સાથે ગુપ્તચર એજન્સી મોસાદના ચીફ યોસી કોહેન પણ ઉપસ્થિત હતા. નેતન્યાહૂ અને કોહેને સાઉદી અરેબિયાના શહેર નિયોમ પહોંચ્યા હતા. બીજી બાજુ અમેરિકા વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અગાઉથી ઉપસ્થિત હતા. તેમની વચ્ચે ગુપ્ત ચર્ચા થઈ હતી.

બે મહિના અગાઉ ઈઝરાયલે UAE અને બહેરીન સાથે રાજદ્વારી સંબંધ સ્થાપિત કર્યાં હતા. ત્યારબાદ એવું માનવામાં આવતુ હતું કે ઈઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે પણ રાજદ્વારી સંબંધ સ્થપાશે. અલબત હજુ સુધી ઈઝરાયલ અથવા સાઉદી અરેબિયા તરફથી નેતન્યાહૂની યાત્રા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી.

એર ટ્રાવેલ રેકોર્ડથી પુષ્ટિ થઈ

ઈઝરાયલના મીડિયાએ ટ્રાવેલ રેકોર્ડ પણ શેર કર્યો છે, જે રવિવારે તેલ અવીવ અને નિયોમ વાયા રિયાદ વચ્ચે મુસાફરી દર્શાવતો હતો. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ સોમવારે સવારે કહ્યું હતુ કે મેરી ક્રાઉન પ્રિંસ સલમાન સાથે રવિવારે યોજાયેલી મુલાકાત ઘણી સારી રહી છે. આ અગાઉ પોમ્પિયો ઈઝરાઈલ ગયા હતા અને બાદમાં સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. જોકે, આ મુલાકાત સમયે કોઈ ઈઝરાયલી ઉપસ્થિત હતા કે નહીં તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

ત્રણેય દેશ ચુપ

અમેરિકામાં જ્યારે રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ અને UAE વચ્ચે ઐતિહાસિક સમજૂતી કરાવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે આ મધ્ય પૂર્વ અને ઈઝરાયલ માટે સંબંધોની નવી શુભ સવાર છે. આશા છે કે વધુ કેટલાક ખાડી દેશો ઈઝરાયલ સાથે સંબંધોની શરૂઆત કરશે. ખાસ વાત એ છે કે અત્યાર સુધી ઈઝરાયલ, સાઉદી અરેબિયા અથવા અમેરિકાએ રવિવારે યોજાયેલી ગુપ્ત બેઠક અંગે કંઈ જ કહ્યું નથી.

આ ગુપ્ત માહિતી કેવી રીતે સામે આવી

ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા પ્રમાણે ત્રણેય દેશ આ બાબતને ગુપ્ત રાખવા ઈચ્છતા હતા પણ નેતન્યાહૂની આ યાત્રા માટે ઈઝરાયલના મોટા ઉદ્યોગપતિ એહુદ એંગેલના પ્રાઈવેટ જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નેતન્યાહૂ અગાઉ પણ આ જેટનો ઉપયોગ કરી ચુક્યા છે. જોકે, કેટલાક ટ્વિટર યુઝર્સને માલુમ પડ્યું હતું કે રવિવારે તેલ અવીવ અને નિયોમ વચ્ચે એક જેટે ચક્કર લગાવ્યું હતું. તે ત્યાં પાંચ કલાક રોકાયુ હતું. સામાન્ય રીતે ઈઝરાયલ અને સાઉદી વચ્ચે આ પ્રકારની યાત્રા અંગે વિચાર પણ કરવામાં આવતો નથી.

આ યાત્રા માટે નેતન્યાહૂએ કોરોના અંગેની એક બેઠક પણ રદ્દ કરી હતી. ઈઝરાયલના ડિફેન્સ મિનિસ્ટરને પણ આ અંગે જાણકારી આપવામાં આવી ન હતી. ગયા વર્ષે આ પ્રાઈવેટ જેટથી આ રીતે ગુપ્ત યાત્રા પર નેતન્યાહૂ ઓમાન પણ ગયા હતા. સૂડાનથી ઈઝરાયલના સંબંધો સ્થાપિત કરી ચુક્યા છે.

અરેબિયા-ઈઝરાયલ વિવાદ પર એક નજર

વર્ષ 1947માં ઈઝરાયલે પોતાને આઝાદ દેશ જાહેર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રએ પણ તેને માન્યતા આપવામાં કોઈ વિલંબ કર્યો ન હતો. પણ, પેલેસ્ટાઈનનો વિવાદ હજુ પણ સમસ્યાનું કેન્દ્ર છે. મુસ્લિમ દેશો અને ખાસ કરીને શ્રીમંત ગણાતા આરબ દેશોનું પેલેસ્ટાઈન સાથે મુસ્લિમ દેશ હોવાના સંબંધથી સતત લગાવ રહ્યો છે. ઈઝરાયલે પેલેસ્ટાઈનના મોટા હિસ્સા પર કબ્જો કર્યો છે. વર્ષ 1949માં આરબ-ઈઝરાયલ યુદ્ધ અને બાદમાં સમજૂતી થઈ. વર્ષ 1967ના યુદ્ધમાં ઈઝરાયલે જેરુશલમનો મોટો હિસ્સો, વેસ્ટ બેંક, સીરિયાના ગોલાન હાઈટ્સ સાથે જ ઈજિપ્તના સિનાઈ ક્ષેત્ર પર પણ કબ્જો કરી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here