Monday, October 25, 2021
Homeસૌરાષ્ટ્રમાં વરસાદ , તુલસીશ્યામ અને ખાંભા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ગીર...
Array

સૌરાષ્ટ્રમાં વરસાદ , તુલસીશ્યામ અને ખાંભા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ગીર પંથકમાં દોઢ ઇંચ

અમરેલી: સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે. સૌરાષ્ટ્રમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે તુલસીશ્યામ અને ખાંભા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ગીર પંથકના તાંતણીયા, ધવાડિયા, ગીદારડી, ભણીયા, પાતળા સહિત ગીર જંગલ ગામડાઓમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. મુરજાતા પાકો પર કાચુ સોનુ વરસતા ખેડૂતોમાં ખુશી પ્રસરી ગઇ છે.

ગોંડલ પંથકમાં પણ વરસાદ

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. ખાંભાના ચતુરી, ખાડધાર, બોરાળા, કાંટાળા, ધૂધવાણા, પાચપચીયા,દલડી, તાલડા, હનુમાનપુર સહિતના ગામડામાં ધોધમાર વરસાદ પડતા ખેતરો બહાર પાણી નીકળી ગયા હતા. આ સિવાય ગોંડલ પંથકમાં પણ વરસાદ પડ્યો છે.

ગીરગઢડા પંથકમાં પણ વરસાદ

ગીરગઢડા પણ ભારે વરસાદ પડ્યો છે. પૂર્વ ગીરના જામવાળા, થોરડી, ભાખા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા મછુન્દ્રી ડેમમાં નવા નીર આવ્યા છે. જ્યારે ઉના શહેરમાં પણ ભારે વરસાદ પડ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments