સુરત : સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શનિવારે વરસાદ આંબશે, 25મી સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

0
36

રાજકોટઃ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શનિવારથી ચોમાસુ બેસવાની આગાહી હવામાન વિભાગે કરી છે જેને કારણે ઘણા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોને રાહતની આશા જાગી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર વરસાદ પડવાની શરૂઆત થશે. આ સપ્તાહ એટલે કે તા.25 સુધીમાં દરિયાકાંઠાથી શરૂ કરીને સૌરાષ્ટ્રભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની શરૂઆત થઇ ચૂકી છે જે સિસ્ટમમાં પરિણમ્યા બાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેની મોન્સૂન ટર્ફ વધુ મજબૂત થશે અને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ લંબાશે જેને કારણે આવતા અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે. હાલની સ્થિતિએ જે કંઇ હવામાનમાં ફેરફાર થઇ રહ્યા છે તે સૌરાષ્ટ્રના વરસાદ માટે સારા છે અને આમ જ રહેશે તો વરસાદની કસર ભરપાઈ થઇ જશે.