રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મેડિકલ પેરા મેડિકલની પરિક્ષા 25 જૂલાઈએ અને પીજી માસ્ટર ડિગ્રીની પરીક્ષા 4 ઓગસ્ટથી શરૂ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવાયું છે કે આગામી 4 ઓગસ્ટથી અલગ અલગ વિદ્યાશાખાની પરીક્ષાઓ શરૂ થશે. વિવિધ વિદ્યાશાખાની 27 પરીક્ષામાં 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
એડમિશન ફી ઓનલાઈન ભરવાની રહેશે
4 ઓગસ્ટથી શરૂ થનારી પરીક્ષાઓમાં MJMC સેમેસ્ટર-2, PGDMC સેમેસ્ટર-2, MBA બેન્કીંગ સેમેસ્ટર-4, MBA સેમેસ્ટર-4, MA તમામ સેમેસ્ટર, રેગ્યુલર અને એક્સટર્નલ MCOM સેમેસ્ટર-4, રેગ્યુલ અને એક્સટર્નલ સહિત 27 પરીક્ષાઓ લેવામાં આવશે. સૌથી વધુ વિદ્યાર્થીઓ MCOMની પરીક્ષામાં નોંધાયા છે. કોરોનાની મહામારીના કારણે એડમિશનની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. આ સાથે જ ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે.