રાજકોટ : DEO બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હરકતમાં આવી, પોતાની 221 કોલેજો પાસેથી NOC અને ફાયર સેફ્ટીની માહિતી માગી.

0
11

અમદાવાદમાં બનેલી દુર્ઘટના મામલે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ હરકતમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાની માન્યતા ધરાવતી 221 કોલેજો પાસેથી ફાયર સેફટી સહિતની માહિતી મંગાવી છે. ફાયર સેફ્ટીમાં NOCની ખાસ માગ કરવામાં આવી છે. અગાઉ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લામાં આવેલી 847 સ્કૂલને 15 દિવસમાં NOC મેળવી લેવા આદેશ કર્યો હતો. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હરકતમાં આવી છે અને પોતાની માન્યતા ધરાવતી કોલેજો પાસેથી ફાયર સેફ્ટીની માહિતી મગાવી છે.

કેટલી કોલેજ પાસે NOC છે તેની વિગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેર ન કરી

મીડિયા સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સેફ્ટી માટે ફાયર NOC ખૂબ જ જરૂરી છે. જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ મોટા પ્રકારની આગજનીના બનાવ બને તો વિદ્યાર્થીઓ તેમજ કોલેજની અંદર કાર્યરત સ્ટાફને તે દુર્ઘટનામાંથી બચાવી શકાય. જો કે કુલપતિ નીતિન પેથાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે હાલ કેટલી કોલેજો પાસે NOC નથી તો તેઓએ જણાવ્યું હતું કે, આ વિગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેર નથી કરી.

રાજકોટની મોટાભાગની કોલેજો ફાયર NOC વગર ચાલી રહી છે

આગામી 4 નવેમ્બર સુધીમાં તમામ કોલેજોએ NOC મેળવી લેવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. મહત્વનું છે કે રાજકોટની મોટાભાગની કોલેજો ફાયર NOC વગર ચાલી રહી છે. જેથી કોલેજમાં ફાયરના સાધન લગાવ્યા વગર NOC માટે અરજી કરનારની અરજી ઇનવર્ડ ન કરવા ચીફ ફાયર ઓફિસરે આદેશ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here