સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : કોલેજોના વિદ્યાર્થીઓની આગામી લેવાનારી પરીક્ષા ઓનલાઈન જ લેવાશે

0
0

કોલેજોના યુજીના બીજા અને ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને MBP (મેરિટ બેઝ પ્રોગ્રેશન)નો લાભ આપ્યા બાદ હવે બાકીના જુદા જુદા કોર્સની પરીક્ષા લેવા માટે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલની મિટિંગ મળવાની છે જેમાં યુજી અને પીજીના અંદાજિત 50 હજાર જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા કેવી રીતે લેવી તે અંગે ફેકલ્ટી ડીન અને અધરધેન ડીન ચર્ચા કરશે. શિક્ષણવિદ્દો જણાવે છે કે, કોલેજોના વિદ્યાર્થીઓની આગામી લેવાનારી પરીક્ષા મોટેભાગે ઓનલાઈન જ લેવાશે.

આ માટે યુનિવર્સિટી એમસીક્યુ આધારિત 100 માર્ક્સનું પ્રશ્નપત્ર તૈયાર કરશે અને વિદ્યાર્થી ઘેરબેઠા મોબાઈલમાંથી પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. પીજીના બીજા અને ચોથા સેમેસ્ટરની પરીક્ષા અને યુજીના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાના આયોજનની આજે ચર્ચા કરાશે. સરકારે આ કોરોના મહામારીમાં દરેક યુનિવર્સિટીને ઓફલાઈન પરીક્ષા લેવાની મનાઈ ફરમાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે બાકી રહેતી પરીક્ષા ઓનલાઈન યોજશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here