સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આગામી વર્ષ 2024-2025 નાં બજેટ અંગે આજરોજ ફાયનાન્સ કમીટીની બેઠક મળી હતી જેમાં ગત વર્ષનાં હિસાબો સાથે આગામી વર્ષનું રૂા 201.26 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું.જેમાં નવી શિક્ષણ નિતિના અસરકારક અમલ માટે રૂા 90 લાખ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આગામી વર્ષના બજેટમાં રમતગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે રૂા 25 લાખ જયારેયુનિ.ના કોમ્પ્યુટરાઈઝેશનની તમામ કામગીરી માટે એન્ટરપ્રાઈઝ રીસોર્સ પ્લાનીંગ માટે રૂા 5 કરોડ જેવી રકમ ફાળવવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ગત વર્ષ 2024-25 નું બજેટ 187 કરોડનું હતું. જેમાં વધારો કરી આગામી વર્ષ 2025- 2026 માટે રૂા 201.26 કરોડનું કરવામાં આવ્યું હોવાનું જણાવી યુનિ.ના રજીસ્ટ્રાર રમેશ પરમારે આ બજેટને આગામી તા. 21 માર્ચના એક્ઝીક્યુટીવ કાસીલની બેઠકમાં અને ત્યારબાદ તા. 28 માર્ચના યોજાનાર બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં રજૂકરી ફાઈનલ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિ.ના આગામી વર્ષના બજેટની હાઈલાઈટસ અંગે જણાવાયું હતું કે, આગામી વર્ષ દરમિયાન યુનિ.માં ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ-3 અને 4 નાં કર્મચારીનાં આશ્રિતો માટે રૂા 70 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જયારે સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે રૂા 40 લાખ,સ્પોર્ટસ ઈકવીપમેન્ટ માટે રૂા 10 લાક, વિદ્યાર્થી લક્ષી જાગૃતિ કાર્યક્રમ માટે રૂા 10 લાખ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ માટે રૂા 20 લાખ, અવસાન પામનાર વિદ્યાર્થીઓના કુટુંબને સહાય માટે રૂા 15 લાખ રીસર્ચ માટે રૂા 20 લાખ, દિવ્યાંગ વિદ્યાર્થીઓની પ્રવૃતિ માટે રૂા 10 લાખ, સ્ટુડન્ટ ફેલોશિપમાટે રૂા 10 લાખ, સેમિનાર કોફર્ન્સ માટે રૂા 25 લાખ સ્પોર્ટસ ફેસીલીટી માટે રૂા 25 લાખ, દિવ્યાંગ દ્યિાર્થીના ટોયલેટ બ્લોક માટે રૂા 49 લાખ, રેકોર્ડીંગ સ્ટુડિયો માટે રૂા 20 લાખ, આઈસીટી ફેસીલીટી માટે રૂા 25 લાખ, નેકરીલેટેડ ફેસીલીટી માટે રૂા 20 લાખ નવીશિક્ષણનીતિના અમલ માટે રૂા 90 લાખ ઈન્ડીયન નોલેજ સીસ્ટમ માટે રૂા 10 લાખ યુનિ. ટીચર્સ પબ્લીકેશન માટે રૂા 10 લાખ ઈન્ટરનેટ લીઝ સાઈન માટે રૂા 10 લાખ, એસએસઆઈપી સ્ટાફ સેલટી માટે રૂા 40 લાખ વાઈબ્રન્ટ ગુજરાતની પ્રવૃતિ માટે રૂા 10 લાખ મહિલા સશક્તિકરણ માટે અને પર્યાવરણ જાગૃતિ માટે રૂા 5- 5લાખની જોગવાઈ કરવામાં આવી હતી.