કરોડપતિ બનવું એ હવે ડાબા હાથની રમત બની ગઈ છે. રોકાણની ઘોંઘાટ સમજવી મુશ્કેલ નથી. જો કે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે ક્યાં અને કેટલું રોકાણ કરવું તે સમજવું જરૂરી છે. તમે યોગ્ય વ્યૂહરચના સાથે કામ કરો તો ચોક્કસપણે સમયસર કરોડપતિ બની જશો.કરોડપતિ બનવા માટે કોઈ શોર્ટકટ નથી. પરંતુ પૈસામાંથી પૈસા કમાવવાની એક રીત છે. તમે મ્યુચ્યુઅલ ફંડના SIPમાં રોકાણ કરી આ રકમ એકત્ર કરી શકો છો.

રોકાણ માટે મોટી રકમની જરૂર નથી, નાની રકમથી પણ મોટું ફંડ બનાવી શકાય છે. દર મહિને તમારે દરરોજ કેટલા પૈસા બચાવવા તે પસંદ કરવાનું છે અને તેનું નિયમિત રોકાણ કરવું પડશે. જો કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે શિસ્તબદ્ધ રીતે તમારા રોકાણ પર પણ તે આધાર રાખે છેSIPમાં રોજ 100 રૂપિયાની બચત કરીને તમે 1 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરી શકો છો.તેના માટે તમારે તેનું સંપૂર્ણ ગણિત સમજવુ પડશે.
રોજ 100 રુપિયાની બચત એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 3000 રુપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ નાણાંનું 21 વર્ષ માટે રોકાણ કરો એટલે કે તમારે કુલ 250 મહિના માટે માસિક રોકાણ કરવું પડશે.મ્યુચ્યુઅલ ફંડ્સ લાંબા ગાળામાં ખૂબ સારુ વળતર આપે છે. એવા ઘણા ફંડ્સ છે જેણે 20% સુધીનું વળતર આપ્યું છે અને આગળની કમાણી માટે તે ખૂબ સારા લાગે છે. ભંડોળ પસંદ કરતા પહેલા સંપૂર્ણ અભ્યાસ કરો. જો કોઈ ફાઈનાન્સિયલ પ્લાનર હોય તો તેની સલાહ પર જ રોકાણ કરો
.
100 રૂપિયાની દૈનિક બચત માટે દર મહિને 3000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા કરવામાં આવશે. 20% વાર્ષિક વળતર મુજબ તમારી પાસે 21 વર્ષમાં 1,16,05,388 રૂપિયા હશે. અહીં નોંધનીય બાબત એ છે કે 21 વર્ષ દરમિયાન તમે માત્ર 7,56,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. તમે બાકીની 1,08,49,388 રૂપિયાની સંપત્તિ એકઠી કરી છે. એટલે કે ચક્વૃદ્ધિ વ્યાજનો અહીં જબરદસ્ત ફાયદો મળે છે.
ધ્યાનમાં રાખો કે આ ગણતરી માત્ર એક અંદાજ તરીકે કરવામાં આવી છે. 21 વર્ષના ફુગાવા પ્રમાણે આંકડા અલગ પણ હોઇ શકે છે. ધારો કે તમે 3000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કર્યું અને વાર્ષિક 20 ટકા વળતર મેળવ્યું, તો તમારી પાસે રૂપિયા 45,77,647 હશે. રોકાણની રકમ 7,56,000 રૂપિયા જેટલી જ રહેશે અને સંપત્તિનો લાભ 38,21,647 રૂપિયા રહેશે. અહીં વાર્ષિક ફુગાવાનો દર 6% લેવામાં આવ્યો છે. આ કારણે તમારા રોકાણની રકમ એડજસ્ટ કરવામાં આવી છે.