Wednesday, October 20, 2021
Homeગુજરાતસાવલી : ગણેશ વિસર્જન કરવા ગયેલો યુવાન મહી નદીમાં ડૂબી ગયો

સાવલી : ગણેશ વિસર્જન કરવા ગયેલો યુવાન મહી નદીમાં ડૂબી ગયો

સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલ પાંચ યુવક પૈકી ૧૯ વર્ષનો યુવક ડૂબી જતા લાપત્તા થઇ ગયો છે.

આજે ગણપતિ વિસર્જન હોવાથી સાવલી નગરના કેટલાક વિસ્તારની ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા માટે પોઈચા કનોડા ખાતે પસાર થતી મહી નદી ખાતે શ્રધ્ધાળુઓ ગયા હતાં. સાવલીના પોઇચા ચોકડી વિસ્તારમાં રહેતા પાંચ યુવકો ગણેશ પ્રતિમા પાણીમાં વિસર્જન કરવા માટે નદીમાં પડયા હતા અને પાંચેય યુવકો તણાવા લાગ્યા હતા તે પૈકી રવિભાઈ ગોવિંદભાઈ વસાવા(રહે.પોઇચા ચોકડી, સાવલી) ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો જ્યારે અન્ય યુવાનોનો બચાવ થયો હતો.

બનાવના પગલે સ્થાનિક તરવૈયા અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ આદરી હતી પરંતુ પાણીનું વહેણ વધારે હોવાથી આ લખાય છે ત્યાં સુધી યુવકનો પત્તો લાગ્યો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments