આ ઘરગથ્થું ઉપાયોથી સુંદરતાનાં દુશ્મન સ્ટ્રેચ માર્ક્સને હંમેશા માટે કહો બાય બાય

0
19

લાઈફસ્ટાઇલ ડેસ્ક : કેટલીકવાર એકદમ વજન ઘટવા કે વધવા માંડે, હોર્મોનલ બદલાવ, પ્યુબર્ટી, પેગ્નેંસી, મસલ્સ બિલ્ડિંગ વગેરેને કારણે ત્વચામાં સ્ટ્રેચ માકર્સ (Stretch Marks) પડી જાય છે. એ ઉપરાંત ત્વચામાં કોલેજન ફાઈબરની (Fibre) ઊણપથી પણ ત્વચાના ટિશ્યૂઝ ફાટી જાય છે અને સ્ટ્રેચમાકર્સ પડી જાય છે. જેના કારણે ઘણીવાર ફેન્સી કપડાં પહેરવામાં પણ સંકોચ થાય છે. આનાથી મુક્તિ મેળવવા માટે મોંઘી ક્રિમથી લઇને જાતજાતના નુસખા અજમાવીએ છીએ પરંતુ ખાસ ફરક નથી લાગતો. તો આજે આપણે ઘરગથ્થુ ઉપચારથી કઇ રીતે સ્ટ્રેચ માર્ક્સ ઘટાડી શકાય તે જાણીશું. આ ઉપાયો ઘરગથ્થુ હોવાથી તે કેમિકલ મુક્ત છે તેથી ત્વચા પર કોઇ નુકસાન થતું નથી.

  • આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આલ્મંડ ઓઈલ ખૂબ જ અસરકારક છે. આલ્મંડ ઓઈલ એટલે બદામનું તેલમાં પ્રચુર માત્રામાં વિટામિન-ઈ હોય છે, જે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે. જેનાથી ત્વચામાં કોલેજન અને ઈલાસ્ટિન ફાઈબર્સની માત્રા વધી જાય છે અને સ્ટ્રેચમાકર્સ ધીમે ધીમે ગાયબ થવા માંડે છે. ગર્ભાવસ્થા દરમિયાન આલ્મંડ ઓઈલનો ઉપયોગ સ્ટ્રેચમાર્ક્સને વધતાં અટકાવે છે.
  • ત્વચાના મોઈશ્ચરાઈઝેશન માટે તેનું હાઈડ્રેટેડ રહેવું ખૂબ જરૂરી છે, ત્વચાને અંદરથી ભીનાશ પ્રદાન કરવા માટે દરરોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ.

 

  • એલોવેરાનો પલ્પ ત્વચા માટે ઘણો જ ફાયદો છે. સ્ટ્રેચમાકર્સથી છૂટકારો મેળવવામાં ઘણો જ ફાયદાકારક છે. એલોવેરા પલ્પથી મસાજ કરવાથી તેના એંજાઈમ્સ મૃત ત્વચાને હઠાવીને ત્યાંથી ત્વચાને હાઈડ્રેડ કરે છે. એલોવેરા અને ઓલિવ ઓઈલને મિક્સ કરીને સ્ટ્રેચમાકર્સ પર લગાવો. એ ઉપરાંત તમે એલોવેરા અને જોજોબા ઓઈલ પણ ટ્રાય કરી શકો છો.

 

  • એપ્રીકોટ સ્ક્રબથી સ્ટ્રેચમાર્ર્કસ વાળા ભાગો પર હળવા હાથેથી સ્ક્રબ કરો. સ્ક્રબ કરવાથી ત્યાંના ડેડ એટલે કે મૃત સેલ્સ નીકળી જાય છે. એના પછી ત્વચાને સારી રીતે મોઈશ્ચરાઈઝ કરો.
  • વર્કઆઉટ કરવાથી પણ સ્ટ્રેચમાકર્સ ઠીક થઈ જાય છે. વર્ક આઉટથી મસલ્સની ટોનિંગ થાય છે, જેનાથી ધીરે ધીરે સ્ટ્રેચમાકર્સ ગાયબ થવા લાગે છે. આપ એબ્ડોમિનલ ક્રંચીઝ પણ ટ્રાઈ કરી શકો છો.

 

  • સ્ટ્રેચમાકર્સમાં ક્યારેક ખુજલી થવા લાગે છે. ખંજવાળથી ત્યાંની ત્વચા વધુ ડેમેજ થઈ શકે છે, એટલા માટે આ ખુજલીથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીથી સ્નાન કરીને સ્ટ્રેચમાકર્સ પર ઓઈલ મસાજ કરો.

 

 • ઝિંક, વિટામિન સી અને પ્રોટીનથી ભરપૂર ફળ અને પદાર્થ સ્ટ્રેસમાકર્સથી જલ્દી છૂટકારો અપાવવામાં સહાયક બને છે. એટલા માટે તમારા ભોજનમાં ડ્રાયફ્રૂટસ, મિલ્ક પ્રોડક્ટ્સ અને વિટામિન સી યુક્ત ફળ જેવાં કે સંતરા, મોસંબી, લીંબુ વગેરે લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here