ગરમીમાં પરસેવાની દુર્ગંધને આ રીતે કહો અલવિદા

0
15

ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે અને તેની સાથે અનેક સમસ્યાઓ પણ આવશે. જેમાં સૌથી સામાન્ય સમસ્યાઓ ત્વચા સાથે સંબંધિત છે. ઘણા લોકોને ગરમીના કારણે પરસેવો થવાની ફરિયાદ હોય છે. આનાથી માત્ર તમને પરેશાની જ નથી થતી, પરંતુ પરસેવાની દુર્ગંધને લીધે , ઘણી વખત તમારે અન્ય લોકો સામે શરમ અનુભવી પડે છે.

ઘણી વખત અન્ડરઆર્મ , પગ , હથેળીમાં પરસેવો થવાથી શરીરમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. જો કે , ઉનાળામાં પરસેવો થવોએ સામાન્ય છે. જ્યારે પરસેવો શરીર પર રહેલ બેક્ટેરિયાથી આવે છે , ત્યારે તે દુર્ગંધ લાવવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં , ઘરેલું ઉપાય સરળતાથી અપનાવવાથી ગરમીમાં પરસેવાની સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થઈ શકે છે.

પરસેવાની દુર્ગંધને રોકવા માટે બેકિંગ સોડા એકદમ ફાયદાકારક છે. બેકિંગ સોડા, પાણી અને લીંબુનો રસ મિક્ષ કરીને એક પેસ્ટ બનાવો અને આ પેસ્ટને 10 મિનિટ માટે અન્ડરઆર્મમાં લગાવીને તાજા પાણીથી ધોઈ લો. આ પરસેવાની દુર્ગંધને રોકવામાં મદદ કરશે. આ સિવાય બેકિંગ સોડા અને ટેલ્કમ પાવડર મિક્સ કરો અને તેને 10 મિનિટ સુધી અન્ડરઆર્મ અને પગ પર લગાડ્યા પછી તાજા પાણીથી ધોઈ લો.

પરસેવાની દુર્ગંશ વાળા શરીરના ભાગ પર કાચા બટાકાની સ્લાઈડ ઘસવાથી પરસેવો કે પરસેવાની દુર્ગંધથી છુટકારો મળશે. ન્હાવાના પાણીમાં ફટકડી અને ફુદીનાના પાન લેવાથી શરીરમાં ઠંડક અને તાજગી આવે છે , જેનાથી પરસેવાની સમસ્યાથી રાહત મેળવશે.

ન્હાવાના પાણીમાં પણ થોડા ટીપાં ગુલાબજળ ઉમેરવાથી તમને તાજગી અને ઠંડક મળશે. ટ્રી ઓઇલના બે ટીપાં અને બે ચમચી ગુલાબજળ મિક્સ કરીને આ મિશ્રણને કોટનવૂલની મદદથી અન્ડરઆર્મમાં લગાવવાથી પરસેવાની સમસ્યા દૂર થાય છે. વાળમાંથી પરસેવાની દુર્ગંધને રોકવા માટે , એક કપ પાણીમાં ગુલાબજળ અને લીંબુનો રસ મિક્ષ કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થઇ જાય છે.

સુતરાઉ અથવા કોટન કપડાં પહેરો જેનાથી પરસેવો સુકવામાં મદદ મળશે.

ઉનાળામાં દરરોજ કપડાં બદલો અને ખુલ્લા અને હળવા કપડા વધુ સંપૂર્ણ અને આરામદાયક રહેશે.

ડિઓડોરન્ટનો ઉપયોગ કરો. હંમેશાં લાઈટ ખૂશ્બૂ વાળા ડિઓડોરન્ટનો જ ઉપયોગ કરવો. કેમ કે દુર્ગંધના ડિઓડરન્ટ ત્વચામાં બળતરા અથવા સંવેદનશીલ રાસાયણિક અસર પેદા કરી શકે છે , જે ત્વચા પર બળતરા અને ત્વચા પર કાળા ફોલ્લીઓ પેદા કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here