Thursday, August 5, 2021
No menu items!
Homeલ્યો બોલો...હવે રાષ્ટ્રપતિ ભવન પણ સુરક્ષિત નથી!
Array

લ્યો બોલો…હવે રાષ્ટ્રપતિ ભવન પણ સુરક્ષિત નથી!

નવી દિલ્હી તા.29
દેશનુ પાટનગર દિલ્હી ત્રાસવાદીઓના નિશાને પર હોવાના વખતોવખતના એલર્ટ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય હોવાના ભલે દાવા થતા રહ્યા હોય પરંતુ રાષ્ટ્રપતિ ભવન પણ સુરક્ષિત ન હોવાનો સનસનીખેજ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જે અંતર્ગત રાષ્ટ્રપતિ ભવનમાંથી તસ્કરો પાણીની લાઈન માટે નાખવામાં આવી રહેલા પાઈપની ચોરી કરી ગયા છે.
વડાપ્રધાનના સુરક્ષા રૂટ પર નાખવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ આખી ચોરીની ઘટના કેદ થઈ ગઈ છે. આ ઘટનાથી દિલ્હી પોલીસની ઉંઘહરામ થઈ ગઈ છે.


આ હાઈપ્રોફાઈલ ચોરીનો કેસ દિલ્હીના ચાણકયપુરી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસતંત્રની આબરૂને લાંછન લાગે તેવી આ ઘટનાને જાહેર થતી રોકવાના પ્રયાસ થયા હોય તેમ પોલીસ દ્વારા કોઈ સતાવાર માહિતી પણ જાહેર કરવામાં આવી નથી. પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ભવન સુધી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ચાલતુ હોવાથી રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 23 અને 24 પાસે પાઈપો રાખવામાં આવ્યા હતા ત્યાં રખાયેલા 20થી22 પાઈપ ગાયબ હોવાનું માલુમ પડતા કોન્ટ્રાકટરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચનારી લાઈનના પાઈપ ચોરાયાની ફરિયાદને પગલે પોલીસને પરસેવો વળી ગયો હતો. તપાસ શરૂ થતા વડાપ્રધાનના સુરક્ષા રૂટના સીસીટીવી કેમેરામાં તે કેદ થયાનું પણ માલુમ પડયુ હતું. તસ્કરો ક્નટેનરમાં પાઈપો લઈ જતા હોવાનું જણાવ્યુ હતું. તસ્કરો, જો કે, કારમાં સવાર થઈને ગયાનું જણાયુ હતું. તસ્કરો જે કારમાં ગયા તેની ઓળખ પોલીસે મેળવી લીધી હતી અને ચાર શખ્સોની ધરપકડ કરી હતી. ચોરી કરેલા પાઈપ મેરઠમાં વેચી દેવાયાની કબુલાત આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments