સોફ્ટ ડ્રિંકને કહો ના : સોફ્ટ ડ્રિંકની જગ્યાએ કોફી પીવો, ઉંમર 10 વર્ષ સુધી વધી જશે

0
0

પ્રખ્યાત ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેના ટેબલ પરથી સોફ્ટ ડ્રિંકની બોટલ હટાવતા તેની ચર્ચા ચારેય તરફ શરૂ થઈ ગઈ છે. રોનાલ્ડોએ જણાવ્યું કે, સોફ્ટ ડ્રિંક પીવાને બદલે લોકોએ પીવાના પાણી પર વધારે ધ્યાન આપવું જોઈએ કેમ કે તે સ્વાસ્થ્ય માટે સારું છે.

રોનાલ્ડો દ્વારા ટેબલ પરથી બે બોટલ હટાવતા કંપનીને લગભગ 293 અબજનું (29,300 કરોડ રૂપિયાનું) નુકસાન થયું. સોફ્ટ ડ્રિંક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, આ વાત તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ એ નથી જાણતા કે દર વર્ષે દુનિયામાં 2 લાખથી વધારે મૃત્યુ સોફ્ટ ડ્રિંકના કારણે થાય છે.

હેલ્થની બાબતો પર લખતા દુનિયાના પ્રખ્યાત રાઈટર વેડ મેરેડિથે એક રિસર્ચમાં જણાવ્યું છે કે, કોલ્ડ ડ્રિંક તમારા શરીરમાં પ્રવેશ્યાના એક કલાકમાં જ શું અસર કરી શકે છે.

હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની સ્ટડીમાંથી જાણવા મળ્યું કે, સ્વિટ સોફ્ટ ડ્રિંક્સ માત્ર મેદસ્વિતા જ નથી વધારતા પરંતુ આપણા જીવ માટે પણ દુશ્મન છે. સ્વિટ સોફ્ટ ડ્રિંક્સના કારણે દુનિયાભરમાં દર વર્ષે 2 લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે. તેના કારણે દર વર્ષે લગભગ ડોઢ લાખ લોકો ડાયાબિટીસનો ભોગ, લગભગ 6000 લોકો કેન્સરનો ભોગ અને લગભગ 44,000 લોકો હૃદયની બીમારીનો ભોગ બને છે અને મૃત્યુ પામે છે.

સોફ્ટ ડ્રિંક નહીં તો પછી શું પીવું જોઈએ
જો કે, રોનાલ્ડોએ સોફ્ટ ડ્રિંકની જગ્યાએ પાણી પીવાની સલાહ આપી છે, પરંતુ તમે ઈચ્છો તો લીંબુ પાણી, ફ્રેશ જ્યુસ, નારિયેળ પાણી અથવા કોફી પણ પી શકો છો. ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં કોફી કેફીન એન્ડ હેલ્થના નામથી પબ્લિશ કરવામાં આવેલી સ્ટડીના અનુસાર, કોફી પીવાથી હૃદયની બીમારી, ટાઈપ 2 ડાયાબિટીસ, ડિપ્રેશન, સુસાઈડ, લિવર કેન્સર, મેલેનોમા અને પ્રોસ્ટેટ કેન્સર સહિત ઘણી બીમારીઓનું જોખમ ઘટી જાય છે.

 

કોફી પીવાથી ડેથ રેટ ઘટે છે
દુનિયાભરમાં કોફીને લઈને કરવામાં આવેલી સ્ટડીમાં એ વાત સામે આવી છે કે એક દિવસમાં 5થી 6 કપ કોફી (400 મિલીગ્રામ કેફીન) પીવાથી ડેથ રેટ ઘટે છે. એક સ્ટડીના અનુસાર, દિવસમાં 3થી 5 કપ કોફી પીતા હોય તે લોકોને વહેલા મૃત્યુનું જોખમ 15% સુધી ઘટી જાય છે. કોફી પીતા પુરુષો અને મહિલા બંનેમાં સુસાઈડનું જોખમ 50 ટકા સુધી ઘટી જાય છે, કેમ કે કોફી મગજમાં તે કેમિકલ પ્રોડક્શનને વધારવામાં મદદ કરે છે, જેમાં એન્ટિડિપ્રેસેન્ટ ઈફેક્ટ હોય છે. આ સ્ટડી 2,00,000 લોકોમાં ઘણા વર્ષો સુધી કરવામાં આવી.

કોફી પીતા લોકોમાં મૃત્યુની આશંકા 10 વર્ષ સુધી ઘટી જાય છે
બ્રિટનમાં કરવામાં આવેલી એક સ્ટડીથી જાણવા મળ્યું કે કોફી પીતા લોકોમાં મૃત્યુની આશંકા લગભગ 10 વર્ષ સુધી ઘટી જાય છે. આ સ્ટડી લગભગ પાંચ લાખ લોકો પર કરવામાં આવી. ટફ્ટ્સ યુનિવર્સિટીના ન્યૂટ્રિશન એક્સપર્ટ એલિસ લિષ્ટેશ્ટાઈનના જણાવ્યા પ્રમાણે, કોફી પીવાથી જવાન રહી શકાય છે. તેથી કોફી પીવી જોઈએ.

ખુશ રહેવામાં મદદ કરે છે કોફી
અમેરિકાની નેશનલ કેન્સર સ્કૂલમાં સંશોધક એરિકા લોફ્ટ ફિલ્ડની સ્ટડીમાં જાણવા મળ્યું કે, જો આપણે 24 કલાકમાં 4થી 5 કપ એટલે કે 400 મિલીગ્રામ કોફી પીએ છીએ તો તેના ઘણા ફાયદા છે. કોફીમાં એક હજારથી પણ વધારે કેમિકલ કમ્પાઉન્ડ હોય છે, જેમાં એન્ટિઓક્સિડન્ટ્ હોય છે જે કોષોની રક્ષા કરે છે અને ખુશ રહેવામાં પણ મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here