SBIના ગ્રાહકોને મળશે આ અધિકાર, જાતે નક્કી કરી શકશે ATMની લિમિટ

0
49

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI) હવે ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપવા માટે તત્પર બની છે. હવે SBI પોતાના ગ્રાહકોને પહેલીવાર એવો અધિકાર આપી રહી છે, જેમાં ગ્રાહક પોતાના ડેબિટ કાર્ડ માટે જાતે જ નિયમો નક્કી કરશે. આ અઘિકારના ભાગ રૂપે ગ્રાહક YONOSBI એપથી કરી શકે છે. SBI એ ઓફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને આ અંગેની જાહેરાત કરી છે.

SBIની ટ્વીટ અનુસાર, આ તમારું ડેબિટ કાર્ડ છે, તો તેને લગતા નિયમો તમે નક્કી ના કરી શકો? SBI તમને આ અધિકાર આપે છે કે તમે ડેબિટ કાર્ડનો ઉપયોગ પોતે મેનેજ કરો અને YONOSBI એપ પર પોતે જ કાર્ડની લિમિટ નક્કી કરો.

આ માટે સૌથી પહેલા ગ્રાહકે પોતાના મોબાઈલ ફોનમાં YONOSBI એપ ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કર્યા પછી YONOમાં લોગીન કરવું પડશે. ત્યારપછી મેનુ સર્વિસ રિકવેસ્ટ સિલેક્ટ કરવી. બાદમાં ATM, ડીબેટ કાર્ડ પર ક્લીક કરો. અહીં ગ્રાહક પોતાની લિમિટ નક્કી કરી શકશે. કાર્ડનો વપરાશ કેટલો કરવો તે પણ ગ્રાહક જાતે નક્કી કરી શકશે.

SBI અનુસાર આ અધિકાર સમજદારીથી ઉપયોગ કરે ધોખાથી ફરેબથી, છેતરપિંડીથી  બચતા રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here