Tuesday, December 7, 2021
HomeSBIના ગ્રાહકો યાદ રાખો આ નંબર, બેંક ગયા વગર થઇ જશે આ...
Array

SBIના ગ્રાહકો યાદ રાખો આ નંબર, બેંક ગયા વગર થઇ જશે આ મોટા કામ

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક પોતાના દરેક ગ્રાહકોનું ધ્યાન રાખે છે. ડિજીટલ બેંકિંગના સમયમાં કોઇ પણ ગ્રાહક એપ અથવા ઓનલાઇન બેંકિંગ દ્વારા પોતાના અકાઉન્ટમાં બેલેન્સ ચેક કરી શકે છ, જો કે હજુ પણ એવા બેંક ગ્રાહક છે જે આ પ્રકારની પ્રક્રિયાથી અજાણ છે. એવા ગ્રાહકો માટે એસબીઆઇ ક્વિક એવી જ એક સર્વિસ છે જેના દ્વારા મીનિટોમાં તમે બેંક અકાઉન્ટ બેલેન્સથી લઇને મિની સ્ટેટમેન્ટ સુધીની જાણકારી માત્ર એસએમએસ પર મેળવી શકો છો.

એપ એક વખત ઇન્સ્ટોલ થઇ ગઇ તો પછી તમારે એનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટની પણ જરૂર નથી, કારણ કે એમાં સમગ્ર કામ એસએમએસ અને મિસ્ડ કોલથી થાય છે.

એના માટે તમારે SBI Quickમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમે આ સુવિધાનો લાભ ત્યારે લઇ શકો છો, જ્યારે તમારો મોબાઇલ નંબર અકાઉન્ટથી રજિસ્ટર્ડ હોય. આ સુવિધા SB/CA/OD/CC અકાઉન્ટ્સ માટે છે. આ ફેસિલિટીનો ઉપયોગ કરવા માટે તમારે કોઇ લોગિન આઇડી અથવા પાસવર્ડની જરૂર નથી. માત્ર તમારે એક વખત રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની છે. SBI Quick કોઇ પણ પ્રકારની ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શનની સુવિધા પૂરી પાડતી નથી.

રજિસ્ટ્રેશન પ્રોસેસ

SBI Quick સર્વિસ માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઇલ નંબરને IVR સર્વિસ માટે રજસિટર કરવું પડશે. રજિસ્ટ્રેશન માટે તમને તમારા મોબાઇલના મેસેજ બોક્સમાં REGAccount Number દાખલ કરવો પડશે. ત્યારબાદ તમે આ મેસેજને 09223488888  પર એસએમએસ કરી દો. મેસેજ મોકલ્યા બાદ તમને બીજો એક મેસેજ મળશે જેમાં તમારો મોબાઇલ નંબર સફળતાપૂર્વક રજિસ્ટર હોવાને સંદેશ રહેશે.

રજિસ્ટ્રેશન પૂરુ થયા બાદ તમે એસએમએસ અથના મિસ્ડકોલથી સુવિધા પ્રાપ્ત કરી શકો છો. જો તમને તમારા અકાઉન્ટનું છેલ્લુ બેલેન્સ જોઇએ તો BAL લખીને 09223766666 પર મેસેજ કરો. તમે મિસકોલ પણ કરી શકો છો. છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનનું મિની સ્ટેટમેન્ટ જોઇએ તો MSTMT લખીને 09223866666 પર મેસેજ કરો.

જો તમારું એટટીએમ કાર્ડ ગુમ થઇ ગયું છે તો તમે એને બ્લોક કરાવી શકો છો. એના માટે તમારે BLOCKXXXX’ લખીને 567676 પર મેસેજ કરવો પડશે. આ મેસેજ બાદ તમને SBI તરફથી એક મેસેજ મળશે. એમાં એટીએમ કાર્ડ બ્લોક કરવાની ડેટ અને ટાઇમ લખેલો હશે.

જો તમે તમારા ATM કાર્ડનો પિન ચેન્જ કરવા ઇચ્છો છો તો આ કામ માત્ર એક એસએમએસથી જ કરી શકો છો. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી PIN લખીને 567676 પર મેસેજ કરવો પડશે. પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર OTP આવશે. એના દ્વારા તમે પિન ચેન્જ કરી શકો છો. OTP આવ્યાના 24 કલાકની અંદર તમે પિન ચેન્જ કરી દેશો તો સારું રહેશે.

જો તમને ચેકબુક જોઇએ તો તમે એસએમએસ દ્વારા અરજી કરી શકો છો. એના માટે તમારે CHQREQ લખીને 09223588888 પર મોકલી દો. પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર એક એસએમએસ આવશે. સહમતિ મોકલવા માટે ફરીથી એસએમએસ મોકલવો પડશે. પછી એસએમએસ (CHQACCY6 digit no. received in SMS) લખીને 09223588888 પર મોકલો, 2 કલાકની અંદર તમને એસએમએસ દ્વારા આગળની પ્રોસેસિંગનો મેસેજ આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments