SBI આપી રહ્યુ છે 5 લાખ રૂપિયા જીતવાનો ચાન્સ, આ રીતે કરો Apply

0
45

સ્ટેટ બેંક ઑઇ ઇન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે નવી હેકાથોનનું આયોજન કર્યુ છે. જેના હેઠળ ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધી ઇનામ આપવામાં આવશે અને તે પણ રોકડ સ્વરૂપે અપાશે. આવો જાણીએ, SBIના આ હેકાથોન માટે વિસ્તારથી….

સૌથી પહેલા તમને જણાવી દઇએ કે, તમે ટીમમાં અથવા તો એકલા પણ ભાગ લઇ શકો છો. આ હેકાથોનમાં તમારે બેંકને સલાહ આપવાની રહેશે કે લોન લઇને ભાગનારા લોકોથી કઇ રીતે બચી શકાય. SBIએ પોતાની આ સ્પર્ધાનું નામ ‘SBI – Predict for Bank 2019’ નામ આપ્યુ છે.

આ માટે રજિસ્ટ્રેશનની શરૂઆત 24 જાન્યુઆરી 2019 થી થઇ ગયુ છે અને રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ આજે  એટલે કે 7 ફેબ્રુઆરી 2019 સુધીની છે. જો તમે એક ટીમના રૂપમાં ભાગ લેવા ઇચ્છો છો તો તમારી ટીમમાં 4 લોકો તો હોવા જ જોઇએ.

7 ફેબ્રુઆરીએ રજિસ્ટ્રેશન કર્યા પછી 12 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી તપાસ કરવામાં આવશે. તમામ લોકોની સલાહ જોયા પછી 2 લોકોને કેશ પ્રાઇઝ માટે મળશે જેમાં જીતનારને 500000 અને સેકન્ડ રનરઅપને 400000 રૂપિયા મળશે.

આ સ્પર્ધા હેઠળ તમારે બેંકને પોતાની સલાહ આપવાની રહેશે અને જણાવવાનું રહેશે કે લોન આપવા માટે કયા કયા કારગર રીત હોવી જોઇએ જેની મદદથી ડિફોલ્ટર્સ પર લગામ લગાવી શકાય. જો તમે SBIના આ હેકાથોનમાં લાભ લેવા ઇચ્છો છો આ લિંક https://sbi.stockroom.io/register ક્લિક કરી વધુ જાણકારી મેળવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here