Sunday, October 17, 2021
HomeSBI આ સેવિંગ ખાતામાં મળશે ડબલ વ્યાજ , ગ્રાહકો માટે બેન્કની આ...
Array

SBI આ સેવિંગ ખાતામાં મળશે ડબલ વ્યાજ , ગ્રાહકો માટે બેન્કની આ સૌથી મોટો ઓફર

દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક (SBI)ના પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF) એકાઉન્ટમાં એક એકાઉન્ટમાંથી બે લાભ મળે છે. પહેલું તમારું ભવિષ્ય સુરક્ષિત રાખે છે અને બીજું તેમાં વ્યાજ વધારે મળે છે. રોકાણ કરેલ રકમ પર ટેક્સ છૂટ, મેચ્યોરિટી પર ટેક્સ-ફ્રી રીટર્ન અને સરકારનો સાથ, આ એકાઉન્ટની ખાસિયત છે. આ પીપીએફ એકાઉન્ટ કેવી રીતે ખોલવું તેના વિશે જાણીએ. PPF એકાઉન્ટ કોઈ પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં પોતાના નામ અને નાબાલિક તરફથી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ખોલવામાં આવી શકે છે. જો કે હિન્દુ અવિભાજિત પરિવાર (HUF)ના નામ પર એક પીપીએફ ખાતું નથી ખોલી શકાતું અને એક સંયુક્ત ખાતું પણ નથી ખોલી શકાતું.

જાન્યુઆરી 2019થી અમલમાં આવશે

PPF એકાઉન્ટમાં તમે ઓછામાં ઓછાં 500 રૂપિયા તેમજ વધુમાં વધુ 1,50,000 રૂપિયા જમા કરી શકો છો. PPF એકાઉન્ટની પરિપકવતાનો સમય 15 વર્ષનો છે, પરંતુ મૈચ્યોરિટીના એક વર્ષની અંદર પ્રત્યેકના 5 અથવા તો એકથી વધુ બ્લોક વધારી શકાય છે. PPF એકાઉન્ટ પર વ્યાજ દર ત્રિમાસિક આધાર પર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. હાલમાં તો તેમાં વાર્ષિક વ્યાજ 8 પ્રતિશત જેટલું મળે છે જે જાન્યુઆરી 2019થી અમલમાં આવશે. PPF એકાઉન્ટમાં લોન અને નિકાસ, ખાતાની ઉંમર સાથે-સાથે નિર્દિષ્ટ તિથિ અને શેષ રકમ જોઈને આપવામાં આવે છે.

સર્વિસ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી

સામાન્ય રીતે એક પીપીએફ એકાઉન્ટ ખોલ્યા બાદ ત્રીજા વર્ષથી લોનનો લાભ મેળવી શકાય છે. નામાકંન સુવિધા પીપીએફ એકાઉન્ટ ખોલવાના સમય અને એક અથવા તો વધારે વ્યક્તિઓના નામ પર તેના ખોલવાના સમય પર આધાર રાખે છે. PPF એકાઉન્ટને એક બ્રાંચથી બીજી બાંચમાં અથવા તો પોસ્ટ ઓફિસથી બેંક અથવા તો કોઈ બીજી બેંકમાં સ્થાનાંતરિત કરી શકાય છે. આ સર્વિસ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. એક પીપીએફ એકાઉન્ટમાં જમા રહેલ રૂપિયા પર આયકર અધિનિયમ 80સી હેઠળ આવકમાં છૂટ મળી શકે છે. તેમજ વ્યાજ પણ સંપૂર્ણ રીતે ટેક્સ મુક્ત હોય છે. રોકાણમાં છૂટ, રિટર્નમાં છૂટ, પરિપક્વતા અથવા નિકાસના લાભ સાથે પીપીએફ આજે ભારતનો સૌથી સારો ટેક્સ બચત નિવેશ વિકલ્પ બનેલ છે. પીપીએફ એકાઉન્ટમાંથી સમયપહેલા ઉપાડ કરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments