SBIએ ગ્રાહકોને અલર્ટ કર્યા : મોબાઈલમાં આ નંબર સેવ કર્યા હોય અત્યારે જ ડિલીટ કરી દો

0
0

જો તમારું અકાઉન્ટ પણ દેશની સૌથી મોટી સરકારી બેંક SBIમાં છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. બેંકે દેશના 44 કરોડ ગ્રાહકોને અલર્ટ કર્યા છે. SBIની https://www.onlinesbi.com/ વેબસાઈટના અનુસાર, દેશભરમાં ઝડપથી વધી રહેલાં ફ્રોડના કેસથી તમામ લોકોએ સાવધાન રહેવાની જરૂરી છે. તે સિવાય તમારે ક્યારેય પણ તમારા અકાઉન્ટ સંબંધિત જાણકારીને મોબાઈલમાં સેવ ન રાખવી. જો તમે તમારો OTP, પિન નંબર, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ CVV અથવા ATM ડિટેલ્સ સેવ કરી છે તો તેને તરત દૂર કરો, નહીં તો તમારું અકાઉન્ટ ખાલી થઈ શકે છે.

SBIના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોએ એવી ભૂલ ન ક્યારેય ન કરવી કે, જેનાથી તેમનું બેંક અકાઉન્ટ ખાલી થઈ જાય. બેંકે જાણકારી આપતા કહ્યું છે કે, ક્યારે પણ તમારા બેંક અકાઉન્ટ અને ઓનલાઈન બેંકિંગની ડિટેઈલ્સને ફોનમાં સેવ ન રાખવી.

ક્યારે પણ ફોનમાં આ નંબર સેવ ન કરો
બેંકના જણાવ્યા પ્રમાણે, બેંક અકાઉન્ટ નંબર, પાસવર્ડ, ATM કાર્ડનો નંબર અથવા તેની તસવીર ક્લિક કરીને રાખવાથી પણ તમારી જાણકારી લીક થવાનું જોખમ રહે છે. તે સાથે તમારું અકાઉન્ટ સંપૂર્ણ રીતે ખાલી થઈ શકે છે.

ATM કાર્ડને કોઈની સાથે શેર ન કરો
તે સિવાય ગ્રાહકોએ તેમના ATM કાર્ડને પણ કોઈની સાથે શેર ન કરવા માટે કહ્યું છે. આવું કરવાથી તમારા કાર્ડની જાણકારી લીક થઈ શકે છે અને કોઈપણ સરળતાથી તમારી સાથે ફ્રોડ કરી શકે છે.

પબ્લિક ઈન્ટરનેટનો ઉપયોગ ન કરવો
સ્ટેટ બેંકના જણાવ્યા પ્રમાણે, દેશના તમામ ગ્રાહકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૈસાની લેવડદેવડ કરતી વખતે પબ્લિક ઈન્ટરનેટનો ઉપયોગ ન કરવો. તેમાં તમારી પર્સનલ જાણકારી લીક થવાનો ડર હંમેશાં રહે છે.

બેંકની તરફથી ફોન કરીને અથવા SMS કરીને પણ ક્યારેપણ તમારી પાસેથી યુઝર ID, પિન, પાસવર્ડ, CVV, OTP,VPI (UPI) જેવી માહિતી માગવામાં નથી આવતી. જો તમને આ પ્રકારનો કોઈ ફોન આવે છે તો સાવધાન રહેવું અને કોઈની સાથે કોઈ જાણકારી શેર ન કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here