Wednesday, December 8, 2021
Homeબેંકિંગ : SBIએ ગ્રાહકોને અલર્ટ કર્યા, પાન નંબર અને IT રિટર્નની જાણકારી...
Array

બેંકિંગ : SBIએ ગ્રાહકોને અલર્ટ કર્યા, પાન નંબર અને IT રિટર્નની જાણકારી આપ્યા વિના વાર્ષિક 20 લાખ રૂપિયાથી વધુની રોકડ ઉપાડ પર ટેક્સ ભરવો પડશે

ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના બેંક અકાઉન્ટ હોલ્ડર્સને કહ્યું છે કે જો તેઓ એક વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધારેની રકમ ઉપાડે છે, તો તેમને ટેક્સ (TDS)ચૂકવવો પડશે. જો કે, બેંકે આ ટેક્સથી બચવાના ઉપાય પણ જણાવ્યા છે. બેંકે આ વખતે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જાણકારી આપી છે. છેલ્લા ત્રણ વર્ષથી સેક્શન 194N અંતર્ગત 20 લાખ રૂપિયાથી વધારેની રકમ ઉપાડવા પર TDS કાપવામાં આવી રહ્યો છે.

તમારે શું કરવું જોઈએ?
તેના માટે સૌથી પહેલા તમારે તમારા બેંકમાં પાનકાર્ડની માહિતી જમા કરાવવાની રહેશે. જો તમે પહેલાથી જ પાનકાર્ડની માહિતી આપી છે, તો ફરીથી તેને જમા કરાવવાની જરૂર નથી. બેંકે પોતાના ઈન્કમ ટેક્સ રિર્ટનની માહિતી આપવાની રહેશે. આવું કરીને તમે 20 લાખ રૂપિયાથી વધુની રકમ ઉપાડવા પર પણ TDSથી બચી શકો છો.

આવકવેરા રિટર્ન ન ભર્યું હોય તો TDS આપવો પડશે
જો તમે છેલ્લા 3 વર્ષમાં એકપણ વખત ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું તો 1 જુલાઈ 2020થી 20 લાખથી વધારેની રોકડ ઉપાડવા પર ટેક્સ આપવો પડશે. તેના અંતર્ગત 20 લાખ રૂપિયાની રોકડ ઉપાડ પર કોઈ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. 20 લાખ રૂપિયાથી વધુ અને 1 કરોડ રૂપિયાથી ઓછી રોકડ ઉપાડ પર 2 ટકા વ્યાજ લાગશે (જો પાનકાર્ડ હશે), તેમજ પાનકાર્ડ નહીં હોય તો 20 ટકા ટેક્સ લાગશે. એક કરોડ રૂપિયાથી વધુ રોકડ ઉપાડવા પર પાનકાર્ડ હોવા પર 5 ટકા TDS કાપવામાં આવશે. તેમજ પાનકાર્ડ ન હોવા પર 20 ટકા TDS કાપવામાં આવશે.

શું છે TDS
TCS ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ હોય છે.જો કોઈની કોઈ આવક હોય તો તે આવકમાંથી ટેક્સ કાપીને જો વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે તો ટેક્સ તરીકે કપાતી રકમને TDS કહેવામાં આવે છે. સરકાર TDS દ્વારા ટેક્સ વસૂલે છે. તે વિવિધ પ્રકારના આવક સ્ત્રોતો જેમ કે પગાર, કોઈપણ રોકાણ અથવા કમિશન પરના વ્યાજ વગેરે પર કાપવામાં આવે છે. કોઈપણ સંસ્થા (જે TDS હેઠળ આવે છે) જે ચૂકવણી કરે છે, તે એક નિશ્ચિત રકમ TDS તરીકે કાપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments