8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ઓક્ટોબરના અંતમાં રાહુલ ગાંધી કૃષિ બિલ વિરોધમાં ગુજરાતમાં 50 કિ.મીની ટ્રેકટર રેલી કરે તેવી શક્યતા

0
0

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવીને 50 કિ.મી લાંબી ટ્રેક્ટર યાત્રા કરે તેવી શક્યતાઓ છે. પંજાબ અને હરિયામા બાદ રાજ્યમાં તેઓ ખેડૂતને લગતાં ત્રણ કાયદાઓનો વિરોધ કરી શકે છે. ઓક્ટોબરના અંત સુધીમાં તેઓ રાજ્યમાં આવે તેવી ચર્ચાઓ છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી રાજ્યમાં આગામી સમયમાં યોજાવા જઈ રહેલ 8 બેઠકની પેટાચૂંટણી પર અસર થઈ શકે છે.

 

કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી

ગુજરાતમાં કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની હાજરીમાં શહેર જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ તેમજ નગરપાલિકા પ્રમુખો સાથે બેઠકો પૂર્ણ થઇ ગઇ છે. વર્ચ્યુઅલ સભાઓ અને પ્રચાર માટેની સંપૂર્ણ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી પેટા ચૂંટણીમાં અસરકારક પ્રચાર સાથે જનતાની વચ્ચે જઈને પક્ષના ઉમેજવારોને જીતાડવા માટે સજ્જ થઇ છે.

રાહુલ ગાંધી આ મુદ્દાઓ પર ચર્ચાઓ કરશે

રાહુલ ગાંધી પંજાબ અને હરિયાણા બાદ રાજયના પ્રવાસ દરમિયાન ખેડૂતને લગતાં મુદ્દાઓ, સ્કૂલ ફી, બેરોજગારી જેવા મુદ્દે ચૂંટણીનો પ્રચાર કરે તેવી ચર્ચાઓ કોંગ્રેસના કાર્યકરોમાં થઈ રહી છે. તેઓ ખેડૂતોને લગતાં નવા કાયદાનો રાજ્યમાં વિરોધ કરી શકે છે.

કોંગ્રેસમાં 3 બેઠક પર ઉમેદવારોને લઈને હજીય અસમમંજસ

ગુજરાત કોંગ્રેસે રાજ્યની આઠ બેઠકો પરની પેટાચૂંટણીઓ પૈકી પાંચ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યાં છે. હાલ કોંગ્રેસે અબડાસા, મોરબી, ધારી, ગઢડા અને કરજણ બેઠકો માટેના ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે હજુ લીંબડી, ડાંગ અને કપરાડા બેઠક પરના ઉમેદવારની જાહેરાત બાકી રાખી છે. હવે કદાચ કોંગ્રેસ બીજી યાદી બહાર પાડવાને બદલે સીધાં જ જે તે ઉમેદવારોને મેન્ડેટ ફાળવી ફોર્મ ભરવાનો હુકમ આપી શકે છે. જો કે હાલ જ્ઞાતિ સમીકરણો અને સામે ભાજપના ઉમેદવારને લઇને કોંગ્રેસમાં પોતાના ઉમેદવારને લઇને થોડી મુંઝવણ હોઇ આ ત્રણ બેઠકો કોંગ્રેસે જાહેર કરવાની બાકી રાખી છે. હાલમાં આ બેઠકોમાં ઉમેદવારોનું કોકડું ગૂંચવાયેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here