SBIએ 179 વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું

0
7

ભારતીય સ્ટેટ બેંકે 179 એક્ઝિક્યુટિવ, ફીલ્ડ ઓફિસરના પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો પર ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 20 એપ્રિલ સુધી આ પદ માટે અપ્લાય કરી શકે છે. ઉમેદવારો નક્કી તારીખ સુધી એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા- 179 પદ

પદ સંખ્યા
CSP વિઝિટ ઓફિસર (FI & MM) 76
એક્ઝિક્યુટિવ (રિકવરી)) FI & MM 10
એક્ઝિક્યુટિવ (માર્કેટિંગ) FI & MM 43
RACCs (R & DB and FI&MM)માં ફિલ્ડ વિઝિટ ઓફિસર 50

લાયકાત…

આ પદ માટે બેંકની સેવામાંથી નિવૃત્ત અધિકારીઓ અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા…

અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 60થી 63 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પોસ્ટ પ્રમાણે વર્ય મર્યાદાની જાણકારી અને છૂટછાટ વિશે જાણવા માટે નોટિફિકેશન જોવું.

સિલેક્શન પ્રોસેસ…

આ પદ માટે ઉમેદવારોનું સિલેક્શન ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

સેલરી…

સિલેક્ટ થયેલા ઉમેદવારોને દર મહિને 30,000-35,000 રૂપિયા સેલરી આપવામાં આવશે.

એપ્લિકેશન ફી…

અરજી કરનાર ઉમેદવારોને કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

આ રીતે અરજી કરવી…

ઈચ્છુક ઉમેદવારો નક્કી ફોર્મેટમાં એપ્લિકેશન ફોર્મ ભરીને ઓફલાઈન અરજી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here